‘આપ’ના મોરબી જિલ્લા ઉપપ્રમુખ અને RTI એક્ટિવિસ્ટ તોફીક અમરેલીયા વિરુદ્ધ એન્ટ્રોસીટીની ફરીયાદ…

મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના ઉપપ્રમુખ અને આરટીઆઇ એક્ટિવિસ્ટ તોફીક અમરેલીયા દ્વારા વાંકાનેર તાલુકાના પંચાસીયા ગામમાં નવા બનાવેલ સીસી રોડના કામમાં ભ્રષ્ટાચાર થયાનો વિડિયો બનાવી, તેની અરજી કરી પંચાસીયા ગ્રામ પંચાયતના સદસ્ય દિલીપભાઈ ચાવડા અને ગામના સરપંચ પાસે અરજી પાછી ખેંચી સમાધાન કરવા બે લાખ રૂપિયાની માંગ કરતા ભ્રષ્ટાચારનો આક્ષેપ ફગાવી વગર કારણે પૈસા આપવાની ‘ ના ‘ પાડતા ઉશ્કેરાઈ ગ્રામ પંચાયતના સદસ્યને જાતી પ્રત્યે હડધૂત કરી, ધમકી આપતા ગ્રામ પંચાયતના સદસ્યએ આરોપી તોફીક અમરેલીયા વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી….

એફ.આઈ.આર. મુજબ વાંકાનેર તાલુકાના પંચાસીયા ગામે રહેતા દિલીપભાઈ મોહનભાઈ ચાવડા (ઉ.વ. 32)એ વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેઓ પંચાસીયા ગ્રામ પંચાયતના વોર્ડ નં. ૧૦ના સદસ્ય હોય જેથી આમ આદમી પાર્ટીના મોરબી જિલ્લાના ઉપપ્રમુખ તોફીક અમરેલીયા દ્વારા તેમના ગામમાં બનેલ સી.સી.રોડ માં ભ્રષ્ટાચાર થયાના આક્ષેપ સાથે જીલ્લા વિકાસ અધિકારીને અરજી કરેલ હોય જે બાબતે બુધવારે ફરિયાદી સાંજે પોતાના કામથી પરત ફરતા હોય દરમ્યાન રસ્તામાં તોફીક અમરેલીયા દ્વારા તેમને રોકી ‘ તમારા ગામમાં રોડના ભ્રષ્ટાચાર વિશે મે અરજી કરેલ છે,

વોટ્સએપથી પહેલા સમાચાર મેળવવા માટે કપ્તાનની ટેલિગ્રામ ચેનલ જોઈટ કરવા નીચેની લિંક પર ક્લીક કરો….. https://t.me/kaptaannews

જો સમાધાન કરવું હોય તો તારે અને તારા ગામના સરપંચે મને બે લાખ રૂપિયા આપવા પડશે, તો હું અરજી પાછી ખેંચી લઈશ અને સમાધાન કરી લઈશ ‘ તેવુ જણાવતા ફરિયાદી દ્વારા આ કામમાં કોઈ ભ્રષ્ટાચાર થયેલ નથી, તો તને શા કારણે પૈસા આપીએ ? તેવું જણાવતા એકદમ ઉશ્કેરાઈ જઈને તોફીક અમરેલીયા દ્વારા તેમને ગાળો આપી, ‘ હું આમ આદમી પાર્ટીનો ઉપપ્રમુખ છું, તને જોઈ લઈશ. જોવ છું તું પૈસા કેમ નથી આપતો. ‘ તેવી ધમકી આપી તેમને જાતિ પ્રત્યે હડધૂત કરતા આ બાબતે ફરિયાદી દ્વારા આરોપી વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ કરતા વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા આરોપી વિરૂદ્ધ આઈપીસીની કલમ 384, 504, 506(2) તથા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અધિનિયમ એક્ટ 3(1)(r), 3(1)(s), 3(2)(va) મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવમાં વિશેષ તપાસ મોરબી જિલ્લા એ.ટી.એસ. ડીવાયએસપી પઠાણ ચલાવી રહ્યા છે…

ભ્રષ્ટાચાર ખુલ્લો પાડવાની આમ આદમી પાર્ટીની લડતથી ભ્રષ્ટાચારીઓના પેટમાં તેલ રેડાયું -તૌફિક અમરેલીયા

આમ આદમી પાર્ટીના જિલ્લા ઉપપ્રમુખ અને આરટીઆઇ એક્ટિવિસ્ટ તૌફિક અમરેલીયા સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતુ કે હાલમાં આમ આદમી પાર્ટી ગુજરાતમાં ભ્રષ્ટાચાર સામે લડત ચલાવી રહી છે ત્યારે વાંકાનેરમાં આમ આદમી પાર્ટીએ પણ ભ્રષ્ટાચાર સામે લડત શરૂ કરીને ભ્રષ્ટાચારીઓને ખુલ્લા કરવા માટે મેદાને પડી છે, જેથી ભ્રષ્ટાચારીઓના પેટમાં તેલ રેડાયું છે. આમ આદમી પાર્ટીના કાર્યકરોને દબાવવા/ડારાવવા માટે મારા વિરુદ્ધમાં આયોજન બંધ રીતે એટ્રોસિટીની ફરિયાદ કરાવવામાં આવી છે. આ બાબતે આવનાર ટુક સમયમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ ગયા છે.

તોફીક અમરેલીએ વધુમાં જણાવ્યું હતું કે આવા ખોટા ફરિયાદાથી તૌફિક અમરેલીયા કે આમ આદમી પાર્ટીના કાર્યકરો ડરશે નહીં, પણ બમણી તાકાતથી ભ્રષ્ટાચારીઓને ખુલ્લા પાડવા મેદાને પડશે. ડરાવવાની ધમકાવવાની રાજનીતિ બહુ ચાલી હવે તેમની કારી ફાવશે નહીં. હાલમાં મારા ઉપર જે Fir નોંધવામાં આવી છે તે બાબતે મને ન્યાયતંત્ર પર સંપૂર્ણ ભરોસો છે, કદાચ બે-ચાર દિવસ મને તકલીફ પડશે પણ એમની તૈયારી સાથે જ આ ભ્રષ્ટાચાર ખુલ્લો કરવામાં મેદાનમાં આવ્યો છું. અને ભ્રષ્ટાચારીઓને ખુલ્લી ચેલેન્જ આપું છું તેમનાથી જે થાય તે કરી લે આખરે તો સત્યમેવ જયતે

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/I0HzwSrwbrR2bwyc8CNwpb

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો
  •  
  •  
  •  
  •  
  •  
  •