દેશ-દુનિયા

રોડ અકસ્માતમાં 1.5 લાખ સુધીની સહાય મળશે, પાયલોટ પ્રોજેકટ સફળ થતા આખા દેશમાં કેશલેસ ટ્રીટમેન્ટ સ્કીમ લાગુ કરાશે.

કેન્દ્રીય પરિવહન મંત્રી નિતિન ગડકરી દ્વારા રોડ અકસ્માત પીડિતો માટે મહત્વની જાહેરાત કરવામાં આવી હતી. તેઓ દ્વારા અકસ્માત પિડિતો માટે કેશલેસ ટ્રીટમેન્ટ સ્કીમ લોન્ચ કરવામાં આવી છે. આ સ્કીમમાં સરકાર પિડિતોને 7 દિવસ સુધીમાં મેડિકલ ખર્ચ રૂ. 1.5 લાખ કવર કરવામાં આવનાર છે. આ ઉપરાંત હિટ-એન્ડ-રન કેસમાં મૃત્યુકોના પરિવાર માટે રૂ. 2 લાખ સહાય આપવામાં આવશે.

વધુમાં મળતી માહિતી મુજબ અકસ્માતના પિડિતોએ 24 કલાકમાં જાણ કરવાની રહેશે. જેમાં 24 કલાકમાં જાણ કરવાથી સરકાર ખર્ચો ઉઠાવશે. આ ઉપરાંત 7 દિવસ સુધી 1.5 લાખ સુધીનો ખર્ચ સરકાર ઉઠાવશે. 2024માં રોડ અકસ્માતમાં 1.80 લાખ લોકોએ જીવ ગુમાવ્યો હતો. જેમાં 30 હજાર મૃત્યુ હેલ્મેટ ન પહેરવાના કારણે થયા હતા. આ ઉપરાંત શાળા-કોલેજ પાસે અકસ્માતમાં 10 હજાર બાળકોએ જીવ ગુમાવ્યો હતો. ત્યારે અકસ્માત બાદ લોકોને આર્થિક રીતે પરેશાન થવાનો વખત ન આવે તેને લઇ આ સ્કીમ તૈયાર કરવામાં આવી છે.

ઉપરાંત આ યોજનાનો પાયલોટ પ્રોજેક્ટ અસમ, પંજાબ, હરિયાણા, ચંદીગઢમાં યોજના સફળ રહયો હતો. ત્યારે ઉત્તરાખંડ અને પુડુચેરીમાં પણ યોજના સફળ રહી હતી. ત્યારે આટલા રાજ્યોમાં પાયલોટ પ્રોજેકટ સફળ રહેતા આખા દેશમાં આ યોજના લાગુ કરવામાં આવનાર છે.

આ સમાચારને શેર કરો