વાંકાનેર: પૈસાની ઉઘરાણી મામલે એક મિત્રનો બીજા મિત્ર પર છરી વડે હુમલો.

વાંકાનેર શહેર નજીક નેશનલ હાઈવે પર ચંદ્રપુર ગામના ઓબરબ્રિજ નીચે પૈસાની ઉઘરાણી મામલે મિત્રએ મિત્ર પર છરી વડે હુમલો કરી માર માર્યો હવાની યુવાને બે શખ્સો સામે વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

આ બનાવની મળેલ માહિતી મુજબ વાંકાનેરના ભરવાડપરા વિસ્તારમાં રહેતા મનોજભાઈ ભાણજીભાઈ ટમારીયા નામના યુવાનએ વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદી પાસે તેનો મિત્ર નિલેશભાઈ વાણંદ પૈસા માંગતો હોય જેથી આરોપીએ ફરિયાદીને પૈસા પરત આપવાનું કહ્યું હોય, પરંતુ મનોજભાઈ પાસે પૈસાની સગવડ ન હોય જેથી આ બાબતે આરોપી તેના મિત્ર રઘુભાઈ કાઠી સાથે ફરિયાદી ચંદ્રપુર ઓવરબ્રિજ નીચે ઉભો હોય ત્યાં આવી જેમ ફાવે તેમ ગાળો ભાંડી નિલેશે છરીનો ઘા ઝીકી દઇ તથા રઘુભાઈએ ઢીકા પાટુનો માર મારતા બંને ઇસમો સામે વાંકાનેર સીટી પોલીસમાં ગુનો નોંધાયો છે.

આ સમાચારને શેર કરો