Placeholder canvas

વાંકાનેર: ચંદ્રપુરમાં પાણીનો ઘોરીયો બનાવતી મહિલાનું માથું ફોડી નંખાયું…

વાંકાનેર : વાંકાનેરમાં ચંદ્રપુર માર્કેટિંગ યાર્ડ પાસે પોતાના ઘર નજીક નગરપાલિકાના વાલ્વમાંથી પાણી નીકળતું હોવાથી પાણી નિકાલ માટે ઘોરીયો બનાવી રહેલા મહિલાને બે શખ્સોએ માર મારી માથું ફોડી નાખી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરતા એટ્રોસિટી એક્ટ સહિતની કલમો મુજબ ગુન્હો નોંધાયો છે.

આ બનાવની મળેલી માહિતી મુજબ વાંકાનેરમાં ચંદ્રપુર માર્કેટિંગ યાર્ડ પાસે રહેતા રાજુબેન અરવિંદભાઈ સોલંકી નામના મહિલા પોતાના ઘર નજીક નગરપાલિકાના વાલ્વમાંથી પાણી આવતું હોય પાણી નિકાલ માટે ઘોરીયો બનાવતા હતા ત્યારે આરોપી હકાભાઈ ઉર્ફે મુંગો હિરાભાઈ પરમાર તેમજ હકભાઈના મોટાભાઈને સારું ન લાગતા રાજુબેનને નીચે પાડી દઈ બન્ને આરોપીઓએ પાવડાના હાથા વડે માર મારી માથું ફોડી નાખી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરતા બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસ મથકમાં ગુન્હો નોંધાવામાં આવ્યો છે.

આ સમાચારને શેર કરો