Placeholder canvas

કુવાડવા: ASI મહેશભાઇ મુલીયાણાનું ફરજ પર જ હૃદયરોગનાં હુમલાથી અવસાન

રાજકોટ : કુવાડવા પોલીસ મથકમાં ફરજ બજાવતાં એએસઆઇ મહેશભાઇ મુલીયાણા રાત્રીનાં સમયે પીએસઓ ફરજ પર હતા ત્યારે અચાનક ઢળી પડતાં તેઓને તુરંત સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવતાં ફરજ પરના તબીબે જોઇ તપાસી મૃત જાહેર કર્યા હતાં. પોલીસ બેડામાં શોક છવાયો છે. મહેશભાઇનું અચાનક અવસાન થતાં પરિવારમાં અરેરાટી મચી ગઇ હતી.

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ભીલવાસ શેરી નં.2માં રહેતા અને કુવાડવા પોલીસ મથકમાં પીએસઓ તરીકે ફરજ બજાવતાં મહેશભાઇ ફકીરાભાઇ મુલીયાણા (ઉ.વ.56) રાત્રીનાં સાડાબારેક વાગ્યે પોલીસ મથકે પીએસઓની ફરજ પર હતા ત્યારે હૃદય રોગનો હુમલો આવતાં તેઓ ત્યાં જ ઢળી પડયા હતાં. આ જોઇ ત્યાં ફરજ પર રહેલા અન્ય પોલીસ કર્મીઓએ મહેશભાઇને તુરંત રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં ફરજ પરનાં તબીબે જોઇ તપાસી મૃત જાહેર કર્યા હતાં.

મહેશભાઇને હાર્ટ એટેક આવતાં તુરંત હોસ્પિટલે ખસેડયા હતાં. રાત્રીનાં સમયે ભીલવાસમાં રહેતા મહેશભાઇનાં પરિવારને જાણ કરતાં તેમના પુત્ર જયદીપ પુત્રી રીયા અને પરિવારજનો હોસ્પિટલે પહોંચી ગયા હતાં. મહેશભાઇનો મૃતદેહ જોઇ આક્રંદ કરતા હતાં.

મહેશભાઇ ચારભાઇ એક બહેનમાં ત્રીજા હતાં. તેઓ અગાઉ બી-ડીવીઝનમાં પણ ફરજ બજાવી ચુકયા છે. મહેશભાઇનું મિત્ર વર્તુળ પણ મોટુ છે. તેઓનાં મૃત્યુનાં સમાચાર મળતાં કુવાડવા પોલીસ મથકનાં પીઆઇ એમ.સી.વાળા, પીએસઆઇ મેઘલાતર અને પોલીસમિત્રો તુરંત સિવિલ હોસ્પિટલે પહોંચી ગયા હતાં અને પરિવારને સાંત્વના પાઠવી હતી. મહેશભાઇનાં મોતથી પરિવારમાં શોક છવાયો છે.

આ સમાચારને શેર કરો