વાંકાનેર સિટી પોલીસના ASI ક્રિષ્નાબેન ગરૈયાની એથ્લેટિક્સમાં સુવર્ણ સિદ્ધિ

DGP કપ એથ્લેટિક્સ ટુર્નામેન્ટ-2026માં 200 મીટરમાં ગોલ્ડ અને 100 મીટર તથા 4×100 મીટર રિલેમાં સિલ્વર મેડલ મેળવી મોરબી પોલીસ અને આહીર સમાજનું ગૌરવ વધાર્યું

વાંકાનેર: વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા પોલીસ કર્મચારી ASI ક્રિષ્નાબેન એસ. ગરૈયાએ રમત-ગમત ક્ષેત્રે ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી મોરબી પોલીસનું નામ રોશન કર્યું છે.

તાજેતરમાં હિંમતનગરના **સાબર સ્ટેડિયમ ખાતેના સિન્થેટિક ગ્રાઉન્ડ પર યોજાયેલી ‘DGP કપ એથ્લેટિક્સ ટુર્નામેન્ટ-2026’**માં ક્રિષ્નાબેને ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી એક ગોલ્ડ અને બે સિલ્વર મેડલ સહિત કુલ ત્રણ મેડલ પોતાના નામે કર્યા છે.

ક્રિષ્નાબેને 200 મીટર દોડમાં સુવર્ણ પદક (ગોલ્ડ મેડલ) મેળવી પ્રથમ સ્થાન હાંસલ કર્યું હતું. જ્યારે 100 મીટર દોડમાં રજત પદક (સિલ્વર મેડલ) મેળવ્યો હતો.

આ ઉપરાંત બોર્ડર રેન્જની 4×100 મીટર રિલે ટીમમાં પણ ક્રિષ્નાબેનનો સમાવેશ થયો હતો. આ ઈવેન્ટમાં પણ શાનદાર પ્રદર્શન કરતાં તેમણે રજત પદક (સિલ્વર મેડલ) મેળવ્યો હતો.

આમ, ખાખી વર્દીની ફરજ સાથે રમતગમત ક્ષેત્રે પણ પોતાની પ્રતિભા સાબિત કરી ક્રિષ્નાબેન ગરૈયાએ ત્રણ મેડલની હેટ્રિક નોંધાવી છે. તેમની આ સિદ્ધિ પોલીસ વિભાગ માટે પણ ગૌરવની બાબત બની છે.

ક્રિષ્નાબેનને મળેલા મેડલ સાબરકાંઠા SP ડૉ. પાર્થરાજસિંહ ગોહિલના હસ્તે એનાયત કરવામાં આવ્યા હતા. આ સિદ્ધિ બદલ સાબરકાંઠા પોલીસ પરિવાર દ્વારા પણ ક્રિષ્નાબેનને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

વાંકાનેર સિટી પોલીસમાં ફરજ બજાવવાની સાથે એથ્લેટિક્સમાં 1 ગોલ્ડ અને 2 સિલ્વર એમ કુલ ત્રણ મેડલ મેળવી ક્રિષ્નાબેન ગરૈયાએ માત્ર મોરબી પોલીસ વિભાગનું જ નહીં પરંતુ સમગ્ર આહીર સમાજનું પણ ગૌરવ વધાર્યું છે.

#KaptaanNews #Wankaner #MorbiPolice #DGPcup2026 #Athletics #KrishnabenGaraiya #PoliceSports #WankanerNews #MorbiNews #GujaratPolice #આહીરસમાજ

Kaptaan News સાથે જોડાયેલા રહો: મોરબી-રાજકોટ સહિત સૌરાષ્ટ્રના તાજા સમાચાર માટે અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને Facebook, Instagram, X તથા YouTube પર @kaptaannews — Kaptaan Newsને Follow/Subscribe કરો.

આ સમાચાર શેર કરો

Follow Us on