વાંકાનેર: જમીન બાબતે વાતચીત કરવાના બહાને તિરંગાવાળા અશરફ બાદીની આંખમાં મરચું છાંટયું

વાંકાનેર : “જમીન બાબતે વાતચીત કરવી છે, સાઈડમા આવો.” તેમ કહી ટ્રાવેલ્સના ધંધાર્થી અશરફ બાદીની આંખમાં મરચાની ભૂકી છાંટી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ મામલે બે શખ્સો સામે વાંકાનેર પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.

આ બનાવની વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેરના ચંદ્રપુર ગામે આવેલ એ-વન સોસાયટીમાં રહેતા અને ટ્રાવેલ્સ એજન્સી ચલાવતા અશરફભાઈ રહેમાનભાઈ બાદી (ઉ.વ.-૫૦) એ આરોપીઓ સાજીદભાઈ અજીજભાઈ બ્લોચ, સામે ફરિયાદ નોંધાવી હતી કે…

તા. ૨૯ના રોજ અલંકાર હોટલ સામે ને.હા.પાસે સર્વિસ રોડ ચંદ્રપુર પાસે ફરીયાદી પોતાનુ બાઈક ચલાવીને નીકળ્યા હતા. ત્યારે આરોપીએ ફરીયાદીને સાદ પાડી બોલાવતા ફરીયાદીએ બાઈક ઉભુ રાખ્યું હતું. ફરીયાદીની જમીન ચંદ્રપુર ગામે આવેલ હોય ત્યાં આરોપીઓએ દબાણ કરેલ હોય તે જમીન બાબતે વાતચીત કરવી છે,

સાઈડમા આવોને તેમ કહેતા ફરીયાદી આરોપીને બાઈકમા બેસાડી સાઈડમા લેવા જતા ફરીયાદીની આંખમા આરોપીઓએ મરચાની ભુકી નાંખી બંને આંખમા મુંઢ ઇજા પહોંચાડી ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે વાંકાનેર પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો
  •  
  •  
  •  
  •  
  •  
  •