ધારાસભ્ય જીતુભાઈની સફળ રજૂઆત: સિંધાવદર પાસેની આસોઈ નદી ઉપર પુલ માટે 13કરોડ રૂપિયા મંજૂર…
વાંકાનેર: ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની રજૂઆતને ધ્યાને લઈને સિંધાવદર ગામ ખાતે આવેલ આસોઈ નદી ઉપર પુલ બનાવવા માટે 13(તેર) કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવેલ છે.
વાંકાનેર થી કુવાડવા જવાના રોડ પર સિંધાવદર ગામ ખાતે આવેલ આસોઈ નદી ઉપર પુલ ડેમેજ થતાંની સાથેજ વાંકાનેર ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ તાત્કાલિક નવો પુલ બને તે માટે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી હતી, જેને ધ્યાનમાં લઈને આસોઈ નદી ઉપર નવો મેજર બ્રિજ બનાવવા માટે મુખ્યમંત્રી દ્વારા 13 (તેર) કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવેલ છે.