Placeholder canvas

આશાવર્કરો/ફેસિલિટરોએ સરકારે બે હજાર રૂપેળીના પગાર વધારા પત્રની હોળી કરી

આજે મોરબી જિલ્લાની આશાવર્કર અને ફેસિલિટરોએ સરકાર પગાર વધારાના પત્રની હોળી કરીને જિલ્લાની તમામ આશાવર્કર અને ફેસિલિટરોએ સરકારે રૂ. 2 હજારના કરેલા પગાર વધારાના જીઆરને લોલોપોપ ગણાવી વિરોધ નોંધાવ્યો હતો.

મોરબી જિલ્લાની તમામ આશાવર્કર- આશાફેસિલિટરોએ વેતનમાં થતું શોષણ સામે અવાજ ઉઠાવીને સમાન કામ સમાન વેતનની માંગ સાથે લાંબા સમયથી લડત ચવજ રહી છે. ઘણી વખત સ્થાનિક કક્ષાએથી માંડી ઉચ્ચકક્ષાએ આવેદનપત્ર આપીને આંદોલનો કરી હતા. આ આંદોલનને પગલે સરકાર જાગી હતી અને આશાવર્કર- આશાફેસિલિટરોના પગાર વધારા માટે જીઆર બહાર પાડ્યો હતો. પણ માત્ર 2 હજારનો વધારો કરતા આશાવર્કર- આશાફેસિલિટરોએ રોષે ભરાઈને આ જીઆરને લોલોપોપ ગણાવી સળગાવી નાખીને વિરોધ કર્યો હતો. રાજ્યની સાથે કેન્દ્ર સરકારના પણ કામો કરતા હોય બન્ને સરકારોએ યોગ્ય પગાર વધારો કરે તેવી માંગ કરી છે.

આ સમાચારને શેર કરો