Placeholder canvas

મોરબી જિલ્લાના આશા ફેશિલેટેટર બહેનોની પગાર અને ઇન્સેટીવ વધારાની માંગ

મોરબી: આજે મોરબી જિલ્લાના આશા ફેફેશિલેટેટર બહેનોએ પોતાનો પગાર વધારો અને કોરોનામાં કરેલા કામગીરીનું ઇનસેટિવ આપવાની માંગ સાથે મોરબી જિલ્લા કલેકટર આને જિલ્લા આરોગ્ય અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું.

તેઓએ આવેદનપત્રમાં જણાવ્યું છે કે સપ્ટેમ્બર ૨૯ ના રોજ 2000 પગારનો વધારો કેન્દ્ર સરકારે આપ્યો ત્યારે ફેસેલેટરનો પગાર 6000/- થાય છે અને રાજય સરકાર દ્વારા પણ 2000 નો વધારો આપવામાં આવે છે. ત્યારે આશા ફેશીલેટરનો પગાર 8000 થાય છે.

આ ઉપરાંત કોઇપણ પ્રકારનું ઇન્સેટીવ આપવામાં આવતુ નથી. દસ થી બાર આશાએ એક ફૈશીલેટર હોય છે. જે દસ થી બાર હજારની વસ્તીએ કામ કરે છે. તે ૨૨ થી ૨૫ ટુર કરે છે. તો ૮૦૦૦ પગારે સુપરવાઇઝરનો પગાર ઓછો કહેવાય. તો સુપરવાઇઝરના પદ પ્રમાણે ૧૫,૦૦૦– થી ૧૮૦૦૦ પગારની માગણી કરી છે.

કોરોનામાં મહિનાના ૫૦૦/- રૂપિયા ચુકવવામાં આવે છે. એટલે કે તે દરરોજના ૧૭ સત્તર રૂપિયા થાય છે. તેમાં પણ સરકાર છ–સાત મહિને ચુકવણુ કરે છે અને દરરોજના ૧૭ સતર રૂપિયાતો ભાડાના પણ થતા નથી. તો મોંઘવારી પ્રમાણે રૂા. ૧૦૦ થી ૨૦૦ નું રોજનું એટલે કે મહિનાનું ૩૦૦૦ થી ૫૦૦૦ નું ચુકવણુ કરવામાં આવે તેવી ફ્રેશેલેટરની માંગ છે.

આ ઉપરાંત આશા ફેસેલેટરની માંગ છે કે તેમને ૨૦ ટુરને બદલે મિહનાના પગારદાર તરીકે હોદો આપવા તેમજ અમારા કાર્ય મુજબ અમોને બઢતી પણ મળવી જોઈએ. તેમજ ફેસેલેટરને સતત કામ કરવાનું હોવાથી તેઓને કોઇપણ જાતનો રજાનો લાભ મળતો નથી તેમજ માંદગી અને ડીલેવરી સમયે અમોને હક રજા આપવા આપની માંગણી કરવામાં આવી છે.

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/KWrV1cAnB5W0QZLBG5exsV
આ સમાચારને શેર કરો