Placeholder canvas

ગોંડલ યાર્ડમાં કેસર કેરીનું આગમન : 10 કિલોના ભાવ રૂા.2100.

ગુજરાતમાં નંબર વન ગણાતા ગોંડલ માર્કેટ યાર્ડના ફ્રુટ અને શાકભાજી માર્કેટ યાર્ડમાં ફળોના સ્વાદ પ્રેમીઓ જેમની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા હતા તેવી મીઠી મધુર કેસર કેરીનું આગમન થયુ છે. ગુજરાતભરમાં પ્રથમ દિવસે ગોંડલ માર્કેટ યાર્ડમાં કેસર કેરીનું સૌથી વધુ ગોંડલ માર્કેટ યાર્ડમાં આગમન થયું છે

આ વર્ષે માર્કેટ યાર્ડમાં ફળોની રાણી ગણાતી મીઠી મધુર કેસર કેરીનું આગમન 18 થી 20 દિવસ વહેલુ જોવા મળ્યું છે. બજારમાં કેસર કેરીની સિઝનના પ્રારંભ સાથે કેસર કેરીના સ્વાદ પ્રેમીઓનો કેરીના આગમનને લઈને આતુરતાનો અંત આવ્યો છે. ગોંડલ ફ્રુટ માર્કેટ યાર્ડમાં પ્રથમ દિવસે ઉનાના જસાધાર અને બાબરીયાની કેસર કેરીના 190 બોક્સની આવક થવા પામી હતી.આ સાથે જ પ્રથમ દિવસે કેસર કેરીની હરાજીમાં 10 કિલો કેરીના બોક્સના ભાવ રૂપિયા 1700થી 2100 સુધીના બોલાયા હતા.

પ્રથમ દિવસે જ કેસર કેરીના ખેડૂતોને શુકનના ભાવ રૂપિયા 2100 બોલાતા ખેડૂતોમાં પણ આનંદની લાગણી ફેલાઈ જવા પામી હતી.આ વર્ષે બજારમાં કેસર કેરીનું આગમન ભલે વહેલુ થવા પામ્ય.પરંતુ તાજેતરમાં જ ગીર સોમનાથ,અમરેલી,જૂનાગઢ પંથકમાં પડેલા કમૌસમી વરસાદને કારણે કેસર કેરીના પાકને વ્યાપક નુકસાન થવા પામ્યુ છે.ત્યારે બજારમાં આગામી દિવસોમાં કેસર કેરીની કેવી આવકો કેવી થવા પામશે એ જોવાનું રહ્યું.

આ સમાચારને શેર કરો