Placeholder canvas

વાંકાનેર: નવાપરામાં ૯ અને ભાટિયા સોસાયટીમાં ૪ શખ્સો જુગાર રમતા ઝડપાયા.

નવપરા

સૌરાષ્ટ્રમાં તો શ્રાવણ મહિનામાં જાણે જુગારની મોસમ ખીલતી હોય તેમ શહેર હોય કે ગામ, ઘરમાં વાડીમાં કે ધંધાના સ્થળે જ્યાં મોકો મળે ત્યાં જુગારીઓ પોતાના દાવ લગાવતા હોય છે. અને મોરબી જિલ્લાના વાંકાનેમાં તો દૈનિક જુગારના અખાડા ઝડપાઇ રહ્યા છે. ત્યારે તાજેતરમાં પોલીસેન વાપરા પુલના છેડે જુગાર રમતા ૯ શખ્સોની ધરપકડ કરી હતી અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેર સીટી પોલીસની ટીમપેટ્રોલિગમાં હતી. એ સમયે નવાપરા પુલના છેડે જાહેરમાં આરોપી પ્રતાપભાઇ જેન્તીભાઈ કડિવાર, કમલભાઇ બાલજીભાઈ કડિવાર, કિશોરભાઇ શાંતિલાલ કડિવાર, સાગરભાઇ પરબતભાઈ કડિવાર, દશરથભાઇ ધીરૂભાઈ કડિવાર, રાજુભાઇ જયંતીભાઈ કડિવાર, દિપકભાઇ કનુભાઈ કડિવાર, કિશનભાઇ જેન્તીભાઈ કડિવાર અને પ્રફુલભાઇ વજાભાઈ ચારોલીયા ગેરકાયદેસર રીતે ગંજીપત્તાના પાના અને પૈસાવતી પૈસાની હારજીતનો તીનપત્તી રોન પોલીસનો જુગાર રમતા મળી આવ્યા હતા.

જેથી પોલીસે ગજીપતાના પાના નંગ-૫ર તથા રોકડા રૂ.૧૫૬૬૦/- ના મુદામાલ સાથે તમામની ધરપકડ કરીને જુગાર ધારા કલમ ૧૨ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ભાટિયા સોસાયટી :-

વાંકાનેરમાં જુગારનું દુષણ સંપૂર્ણ પણે ફેલાઈ ગયું હોય તેમ ચૌરેને ચૌટે જુગારીઓ ઝડપાઇ રહ્યા છે. જ્યાં શહેરની : ભાટીયા સોસાયટીમાં પણ સરાજાહેર ૪ રહીશો જુગાર રમતા ઝડપાયા છે. પોલીસે ચારેયની ધરપકડ કરી હતી અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર શારદા સ્કુલ નજીક વાંકાનેર સીટી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. એ દરમિયાન ભાટીયા સોસાયટીમાં જાહેરમા આરોપી ક્રીપાલદાન જશુદાન બારહટ, રફીકભાઇ કરમાણીભાઈ પંજવાણી, ગુલાબભાઈ વશીમભાઈ શેરસીયા અને જયેશભાઈ હકાભાઈ માલણ ગેરકાયદેસર રીતે  ગંજીપતાના પાનાવતી પૈસાની લેતી દેતી કરી હારજીતનો તીનપત્તી રોન પોલીસનો જુગાર રમતા મળી આવ્યા હતા.જેથી પોલીસે ગજીપતાના પાના નંગ-૫ર તથા રોકડા રૂ.૧૫,૬૮૦/- ના મુદામાલ સાથે તમામની ધરપકડ કરીને જુગારધારા કલમ-૧૨ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો