વાંકાનેરમાં નમ્રમુનિ મહારાજ સાહેબની 34 વર્ષની સંયમ યાત્રાની ઉજવણી અંતર્ગત મહાઅનંત અર્હમ આહાર કાર્યક્રમ યોજાયો

વાંકાનેર: નમ્ર મુનિ મહારાજ સાહેબની 34 વર્ષની સંયમ યાત્રાની ઉજવણીના ભાગ રૂપે મહા અનંત અર્હમ આહાર કાર્યક્રમ અંતર્ગત અર્હમ યુવા સેવા ગ્રુપ વાંકાનેર દ્વારા ઝૂંપડ પટ્ટીમાં આશરે 250 લોકોને જૈન પાઉંભાજી,જાંબુ તથા છાસ અત્યંત ભાવ પૂર્વક જમાડ્યા હતા.તથા વાત્સલ્ય ધામના 20 દિવ્યાંગ બાળકો ને મિષ્ટાન્ન ,ફરસાણ સહિત જમાડ્યા હતા.



