Placeholder canvas

મોરબી: જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ પદે સુલેમાનભાઈ અને મહામંત્રી પદે ડો.રૂકમુદ્દીનની નિમણૂક

મોરબી: મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતીલાલ પટેલના માર્ગદર્શન હેઠળ મોરબી જિલ્લા કોંગ્રેસ સંગઠનમાં ઉપ પ્રમુખ અને મહામંત્રીની નિમણૂક કરવામાં આવી છે.

મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ તરીકે વનાળીયાના જુમ્માભાઈ સુલેમાનભાઈ સુમરા અને મહામંત્રી તરીકે વાંકાનેરના ડો. રૂકમુદ્દીન માથકીયાની નિમણૂક કરવામાં આવી છે.નવ ન્યૂક્ત બંને હોદેદારોને મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી હતી. અને બંનેની નિમણૂકથી મોરબી જિલ્લા કોંગ્રેસનું સંગઠન વધુ મજબૂત બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.

આ સમાચારને શેર કરો