Placeholder canvas

ટોળના મોમીન યુવકને અકસ્માતમાં ગંભીર ઈજા થતા મદદ કરવાની જાહેર અપીલ…

ટંકારા તાલુકાના ટોળ ગામના મોમીન યુવકનું ગત રાત્રે ઢુવા પાસે અકસ્માત થયું હતું જેમાં તેમને ગંભીર ઇજાઓ પહોંચી છે. શરૂઆતમાં તેમને મોરબી અને બાદમાં રાજકોટ ખસેડવામાં આવેલ છે, રાજકોટમાં તેમને પ્રથમ જી.ટી. શેઠમાં લઈ ગયા હતા પરંતુ ત્યાં ના પાડતા અને ગંભીર સ્થિતિ હોવાના કારણે હાલ તેઓ રાજકોટની એચ.સી.જી. હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

અમોએ મેળવેલી માહિતી મુજબ ટંકારા તાલુકાના ટોળ ગામના બાદી સોયબ ઉસ્માનગની જેવો ઢુવા પાટે કારખાનામાં કામ કરી રહ્યા છે, તેમના પિતા ઉસ્માનગનીભાઈ પણ માનસિક રીતે સંપૂર્ણ નથી. આમ છતાં તેમનાથી થઈ શકે તેવું મજૂરી કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. એવા સમયમાં તેમના પુત્ર સોયબનું એક્સિડન્ટ થતાં તેઓ તેમની સારવાર કરાવી શકે તેમ નથી હાલમાં તેમને ગામના લોકો અને પાડોશીએ મદદ કરી છે અને સારવાર ચાલી રહી છે. આયુષ્યમાન કાર્ડ પણ કાઢવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આમ છતાં તેમને હાલમાં પૈસાની ખૂબ જ જરૂરિયાત હોય માટે તેઓએ પવિત્ર રમજાન માસમાં મુસ્લિમ બેરાદરો જકાત, ઉશર, ઇમદાદ આપીને મદદ કરવાની જાહેર અપીલ કરી છે.

સોયાબને અકસ્માતમાં ડોકમાં ગંભીર ઈજા પહોંચી છે, તેઓને હાલમાં તાત્કાલિક પૈસાની જરૂરિયાત હોય આ મેસેજ વાંચીને જેનાથી શક્ય બને તેટલી મદદ કરવા વિનંતી કરી છે. મદદ માટેની રકમ ગૂગલ પે દ્રારા મોકલી શકાશે. google pay (ગુગલ પે) નંબર 9979009042 (બાદી ઉસ્માનભાઈ મામદભાઈ) પર મદદ કરવા વિનંતી છે.

આ સમાચારને વધુમાં વધુ શેર કરજો

વાંકાનેર તાલુકા અને મોરબી જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્રના સમાચાર મેળવવા માટે કપ્તાન ન્યુઝના વોટ્સએપ ગ્રુપમાં જોડાવો.

કપ્તાન ન્યૂઝના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે નીચેની લીંક પર ક્લિક કરો…

https://chat.whatsapp.com/BRYORKwszbhA6pC8NQlg9c

આ સમાચારને શેર કરો