વાંકાનેર: પાંચદ્વારકાના કિડનીના બાળદર્દીને આર્થિક મદદ કરવા અપીલ…
વાંકાનેર : તાલુકાના પાંચદ્વારકા ગામના બાદી રજાક ઉસ્માનભાઈના દસ વર્ષના પુત્ર મહમદ ફાઇઝને કિડનીની તકલીફ હોય તેમની કિડની અમદાવાદની કેડી હોસ્પિટલમાં ટ્રાંસપ્લાન્ટ કરવાની હોય તેમનો આશરે 15 લાખ જેટલો ખર્ચો થાય તેમ છે. આ પરિવાર તે ખર્ચો ઉપાડી શકે તેવી સ્થિતિમાં ન હોવાથી તેઓએ જુદા જુદા whatsapp ગ્રુપમાં પોસ્ટર શેર કર્યું હતું જેમને અનુસંધાને સમાજ તરફથી સારી એવી આર્થિક મદદ મળેલ છે. પરંતુ હજુ ચાર-પાંચ લાખ ઘટે છે, જો આટલી રકમ મળી જાય તો આ બાળકની કિડની ટ્રાન્સપ્લાન્ટ થઈ શકે અને તેમને નવી જિંદગી મળી શકે.
આ બાળકને કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવા માટે દાતાઓને આર્થિક મદદ કરવા અપીલ કરવામાં આવી છે, જેથી થોડી ઘણી રકમ જે ઘટે છે એ થઈ જાય તો આ બાળકને ઝડપથી સારવાર મળી શકે.
આ બાબતની સંપૂર્ણ વિગત પોસ્ટરમાં આપેલ છે, પોસ્ટર અહીં અપલોડ કરેલ છે. 👇👇👇


