Placeholder canvas

આવતી કાલના “ભારત બંધ”ના એલાનને વાંકાનેર માર્કેટિંગ યાર્ડનો ટેકો

તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા કૃષિને લગતા નવા કાયદાઓ બનાવવામાં આવ્યા છે. આ કાયદાઓનો સંસદમાં વિરોધ પક્ષોએ આક્રમક વિરોધ કર્યો છે. ત્યારે સમગ્ર દેશના ખેડુત સંગઠનો આ ખેડૂત વિરોધી કાયદાઓનો આક્રમક વિરોધ કરી રહ્યા છે. દેશના 250 કરતા વધુ ખેડૂત સંગઠનોએ આ નવા કૃષિ કાયદાઓના વિરોધમાં આવતીકાલે તા. 25/09/2020ને શુક્રવારના રોજ “ભારત બંધ”નું એલાન આપ્યું છે.

આ ભારત બંધના એલાનને વાંકાનેર માર્કેટિંગ યાર્ડના ચેરમેન શકીલ પીરઝાદાએ સમર્થન જાહેર કર્યું છે. આથી, આવતીકાલે વાંકાનેર યાર્ડ બંધ રહેશે અને માર્કેટ યાર્ડની તમામ કામગીરી મોકૂફ રાખવામાં આવશે. આ ઉપરાંત, વાંકાનેર તાલુકા પંચાયત પ્રમુખ ફાતુબેન યુનુસભાઇ શેરસીયા, મોરબી જિલ્લા પંચાયત સભ્ય પ્રભુભાઈ વીંઝવાડિયા, હરદેવસિંહજી જાડેજા, જમનાબેન નવધણભાઈ મેઘાણીએ પણ ભારત બંધને ટેકો જાહેર કર્યો છે. તેમજ આવતીકાલે સૌ વેપાર-ધંધા બંધ રાખી ખેડૂતોએ આપેલ “ભારત બંધ”ના એલાનમાં ગાંધી ચીંધ્યા માર્ગે જોડાઇ તેવી અપીલ કરી છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/IEuz1mb5RgG8uPqLzlZ9Bo

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો