Placeholder canvas

વાંકાનેર માર્કેટિંગ યાર્ડ પર કોંગ્રેસનો ફરી વિજય વાવટો ફરકયો….

પ્રમુખ તરીકે કોંગ્રેસના ગુલામભાઈ પરાસરા અને ઉપપ્રમુખ તરીકે નાથાભાઈ ગોરિયાનો વિજય, ભાજપની મહેનત પર પાણી ફરી વળ્યુ….

વાંકાનેર માર્કેટિંગ યાર્ડની પ્રમુખ તથા ઉપપ્રમુખની ચુંટણી માટે આજે બપોરે બાર વાગ્યાથી મતદાન તથા મતગણતરી હાથ ધરવામાં આવી હતી, જેમાં આ વખતે યાર્ડની ચુંટણીમાં ભારે રસાકસી જોવા મળી હતી, જેમાં અત્યાર સુધીમાં શાસક પીરઝાદા પેનલ અને સામે ભાજપ પેનલ દ્વારા જીત માટે પોતાની તમામ તાકાત લગાવી દેવામાં આવી હતી, જેમાં પ્રમુખ અને ઉપપ્રમુખ બંને પદો પર કોંગ્રેસના ઉમેદવાર વિજેતા જાહેર થયા છે…

વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં આજે યોજાયેલી મતદાન તથા મતગણતરી પ્રક્રિયા બાદ પ્રમુખ તરીકે કોંગ્રેસના ઉમેદવાર ગુલામભાઈ અમીભાઈ પરાસરા (સિંધાવદર) આ ચુંટણીમાં કુલ 18 મતોમાંથી કોંગ્રેસના ઉમેદવારોને 11 મત તથા ભાજપના ઉમેદવારને 7 મતો મળ્યા હતા…

ઉપપ્રમુખ તરીકે નાથાભાઈ મનજીભાઈ ગોરીયાનો વિજય થયો છે, જેમને 10 મતો મળ્યા હતા, જેની સામે ભાજપના ઉમેદવારને 08 મતો મળતા નાથાભાઇ વિજેતા જાહેર કરાયા હતા…

આ સમાચારને શેર કરો