કૃષિસૌરાષ્ટ્ર

રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં નવો કપાસ અને મગફળીનું આગમન…

રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં નવા કપાસ અને મગફળીની આવક આજથી શરૂ થઈ છે હજુ ઘણી જગ્યાએ તો કપાસમાં માંડ ફળફુલ આવ્યા છે ત્યાં જ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે પ્રથમ વખત કપાસ અને મગફળી વેચવા આવી હતી અને તેમની હરાજી કરવામાં આવી હતી.

આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં નવી મગફળીની આવક આવી હતી, કોંઢ ગામના કાનજીભાઈ નામના ખેડૂત આજે ઝાલાવા ટ્રેડિંગ નામના દલાલમાં પોતાની 250 મણ મગફળી વેચવા લાવ્યા હતા જેમને રોહિત ટ્રેડિંગ નામની પેઢીએ રૂ.1051માં ખરીદી હતી. જ્યારે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે પ્રથમ વખત કપાસ આવ્યો હતો જે વાંકાનેર તાલુકાના પાંચદ્વારકા ગામના અબ્દુલભાઈ નામના ખેડૂત પોતાનો 3 મણ કપાસ શેષાઈ ટ્રેડિંગ નામના દલાલ પાસે વેચવા લાવ્યા હતા જેમને રૂપિયા 1611 ના ભાવે મહેશ ટ્રેડિંગ નામની પેઢીએ ખરીદયો હતો.

આ સમાચારને શેર કરો