કૃષિવાંકાનેરસૌરાષ્ટ્ર

વાંકાનેર અને રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં જન્માષ્ટમી નિમિત્તે કેટલા દિવસની રજા રહેશે ? જાણવા વાંચો.

સૌરાષ્ટ્ર ની જનતા એટલે ખૂબ જ ઉત્સવ પ્રિય જનતા…. અને એમાં પાછો મેળો આવે એટલે તો વાત જ પૂરી…!!! હવે ટૂંક સમયમાં જ જન્માષ્ટમી નો તહેવાર આવી રહ્યો છે ત્યારે તો મોટાભાગે મીની વેકેશન જેવું જોવા મળે છે, ધંધાના સ્થળો સંસ્થાઓ માર્કેટિંગ યાર્ડ 5-6 દિવસ બંધ થઈ જાય છે.

તો ચાલો જાણીએ આ જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે વાંકાનેર અને રાજકોટ માર્કેટિંગ યાર્ડ કેટલા દિવસ બંધ રહેશે અને કયા દિવસથી બંધ થશે અને કયાથી ફરી પુનઃ શરૂ થશે તેમની માહિતી.

રાજકોટ માર્કેટિંગ યાર્ડ

રાજકોટનું મુખ્ય માર્કેટિંગ યાર્ડમાં જન્માષ્ટમી નિમિત્તે 6 દિવસની રજા પડશે તે આગામી તારીખ 13/08/2025ને બુધવારથી બંધ થશે અને જે તારીખ 18/8/2025ને સોમવાર સુધી બંધ રહેશે… રાજકોટ માર્કેટિંગ યાર્ડની કામગીરી તારીખ 19/08/2025ના રોજ રાબેતા મુજબ ચાલુ થશે… જેમની ખેડૂત ભાઈઓ તથા લાગતા વળગતા તમામ લોકોએ નોંધ લેવી…

વાંકાનેર માર્કેટિંગ યાર્ડ

વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં જન્માષ્ટમી નિમિત્તે 5 દિવસની રજા રહેશે. તે આગામી તારીખ 14/08/2025ને ગુરુવારથી બંધ થશે અને જે તારીખ 18/8/2025ને સોમવાર સુધી બંધ રહેશે… આ રજા દરમિયાન યાર્ડમાં કોઈ પ્રકારની કામગીરી થશે નહીં, તેમજ ઉત્તરાઇ પણ કરવા દેવામાં આવશે નહીં આગામી તારીખ 18/08/2025 ના રોજ ઉતરાયણ શરૂ કરાશે. વાંકાનેર માર્કેટિંગ યાર્ડની કામગીરી તારીખ 19/08/2025ના રોજ રાબેતા મુજબ ચાલુ થશે… જેમની ખેડૂત ભાઈઓ તથા લાગતા વળગતા તમામ લોકોએ નોંધ લેવી…

આ સમાચારને શેર કરો