લુણસર નજીક યુવકનું ફિલ્મી ઢબે અપહરણ કરનાર ત્રણ શખ્સોને પકડ્યા

વાંકાનેર : વાંકાનેરના લુણસર ગામ પાસે રોડ પરથી સ્કોર્પીયો કારમાં એક યુવકનું ફિલ્મી ઢબે અપહરણ કરી જનાર ત્રણ આરોપીઓને કલાકોમાં જ પકડી પાડી ભોગ બનનાર યુવકને વાંકાનેર તાલુકા પોલીસે મુક્ત કરાવ્યો છે.

મળેલી માહિતી મુજબ ગત તા.૦૫ના રાતના સમયે વાંકાનેર તાલુકાના લુણસર ગામ નજીક રોડ પર એક સ્કોર્પીયો કારમાં ખોડાભાઇ રણછોડભાઈ સેફાત્રા રહે.ખેતરડી, ગોપાલભાઈ ગેલાભાઇ સેફાત્રા રહે.ખેતરડી, મેલાભાઇ હમીરભાઇ સેફાત્રા રહે.ચુંપણી આ ત્રણ શખ્સોએ આવીને લીલાભાઇ કાળુભાઇ ભુંડીયા ઉવ.૩૫ રહે. મનડાસર તા. થાનગઢ વાળાની સ્વીફ્ટ કાર સાથે સ્કોર્પિયો અથડાવી તેઓનું અપહરણ કરી નાશી ગયા હતા.

આ મામલે પોલીસને જાણ થતાં તુરંત જ નાકાબંધી કરાવવામાં આવી હતી. આ સ્કોર્પિયો કાર વાંકાનેર બાઉન્ડ્રી પાસેથી નીકળતા ત્રણેય આરોપીઓને પકડી પાડી ભોગબનનારને મુક્ત કરાવાયા હતા. ભોગ બનનારે રૂપીયાની લતીદેતીના મનદુખ બાબતે આરોપીઓએ પોતાનું અપહરણ કરી માર મારેલ હોવાની પોતાની ફરીયાદ જાહેર કરતા વાંકાનેર તાલુકા પોલીસ મથકે ત્રણેય આરોપીઓ વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે.

આ કામગીરીમાં પીઆઇ ડી.વી.ખરાડી, પીએસઆઈ એલ.એ.ભરગા,એ.એસ.આઇ. જીતેન્દ્રકુમાર અધારા, ચમનભાઇ ચાવડા, પો.હેડ.કોન્સ. ક્રિપાલસિંહ ચાવડા, અરવીંદભાઈ બેરાણી પો.કોન્સ. સંજયસિંહ જાડેજા, વીજયભાઈ ડાંગર, રવિભાઈ કલોત્રા, અજયસિંહ ઝાલા તથા સહદેવસિંહ રાઠોડ સહિતના રોકાયેલ હતા.

આ સમાચારને શેર કરો