ગુજરાત

ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી…

અંબાલાલ પટેલ દ્વારા વરસાદને લઈ આગાહી કરી છે. જુલાઈના અંત સુધીમા અને ઓગષ્ટની શરૂઆતમાં મેઘમહેર જામશે. 15થી 16 જુલાઈ વચ્ચે બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે. વરસાદી સિસ્ટમ સક્રિય થતા 17થી 24 જૂલાઈ ભારે વરસાદ રહેશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ રહેશે. મધ્ય ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર, વડોદરામાં વરસાદી ઘટ પુરી થશે. 17થી 24 જૂલાઈ સાર્વત્રિક વરસાદ રહેશે. જ્યારે ઓગષ્ટમાં વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય થશે. ઓગષ્ટમાં વરસાદી ઘટ પુરી થાય તેવી શકયતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે.

આજે સોમવારે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. જેમાં રાજકોટ, મોરબી, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, જૂનાગઢમાં વરસાદની આગાહી કરાઈ છે. હવામાન વિભાગે વરસાદને લઇને સુરત, વલસાડ, નવસારી,તાપી, દમણ, દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.

ગુજરાતના અનેક જિલ્લામાં હજુ પણ જોઈએ તેવો વરસાદ વરસ્યો નથી. હવામાન વિભાગે 16 જુલાઇ બાદ સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે. એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થઇ છે. જેને લઈ સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી કરાઈ છે. આગામી શનિવારે સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના જિલ્લાઓમાં સામાન્યથી લઈ ભારે વરસાદ વરસી શકે છે.

આ સમાચારને શેર કરો