રાજકોટમાં વધુ એક પોઝીટીવ કેસ અને એક દર્દીનું મોત

રાજકોટ જીલ્લામાં કોરોનાનો ભરડો સતત વકરતો હોય તેમ આજે બપોર સુધીમાં વધુ એક કેસ નોંધાયો છે. જયારે ખાનગી હોસ્પીટલમાં દાખલ કોરોનાના વધુ એક દર્દીનું મોત નિપજયું હતું.

જીલ્લા આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું છે કે આજે સવારે જસદણના નાથીબેન નામના બાવન વર્ષના મહિલાનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. તેઓ વિરનગરના કોરોનાગ્રસ્ત વૃદ્ધાના સંપર્કમાં હતા. તેમનો ચેપ લાગ્યો હોવાનું માલુમ પડયું છે. વિરનગરના વૃદ્ધાના સંપર્કના કારણે આ મહિલાને કવોરન્ટાઈન કરાયા હતા. ગઈકાલે તેઓને શંકાસ્પદ લક્ષણો માલુમ પડતા સેમ્પલ લેવામાં આવ્યા હતા અને આજે રીપોર્ટ આવતા તે પોઝીટીવ આવ્યો હતો. આ સાથે રાજકોટ જીલ્લામાં પોઝીટીવ દર્દીની સંખ્યા 33 થઈ છે.

માધાપર ચોકડીએ ગોલ્ડન પોર્ટીકોમાં રહેતા અને એચસીજી હોસ્પીટલમાં નોકરી કરતા યુવકને પોઝીટીવ રીપોર્ટ આવ્યો છે. તેના નિવાસસ્થાન ધરાવતા ફલેટની આખી વીંગના લોકોને કવોરનન્ટાઈન કરાયા છે. આ જ રીતે માલિયાસણના શાકભાજીના ધંધાર્થીના નિવાસ નજીક રહેતા 56 લોકોને હોમ કવોરન્ટાઈન કરાયા છે.

બીજી તરફ રાજકોટમાં આજે વધુ એક કોરોના દર્દીનું મોત નિપજયું હતું. જુનાગઢના રશ્મીબેન રાવલ નામના 54 વર્ષના મહિલાને રાજકોટની ખાનગી હોસ્પીટલમાં ખસેડાયા હતા. ગત 28મી મે થી સારવાર હેઠળ હતા. આજે બપોરે મોત નિપજયું હતું. રાજકોટમાં અન્ય જીલ્લામાંથી દાખલ કોરોનાના વધુ એક દર્દીનું મોત થતા અન્ય જીલ્લાના મોતને ભેટેલા દર્દીની સંખ્યા 2 થઈ છે. કોરોના માર્ગદર્શિકા મુજબ રાજકોટમાં જ અંતિમક્રિયાની પ્રક્રિયા કરવામાં આવી હતી.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/B8TnXM4JtEGHSLX1iHG1Ew

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો