ગુજરાત

ગુજરાતમાં વધુ એક ગેંગરેપ, વડોદરા જેવી જ પેટર્નથી સુરતમાં સગીરા સાથે સામુહિક દુષ્કર્મ

નવરાત્રિમાં નરાધમોનો આતંક જોવા મળ્યો છે. વડોદરામાં સગીરા સાથે ગેંગરેપની ઘટના હજી તાજી જ છે, ત્યાં સુરતમાં વધુ એક સગીરા સાથે દુષ્કર્મ થયું છે. વડોદરા જેવી જ પેટર્નથી સુરતની સગીરાને નરાધમોએ શિકાર બનાવી છે. ત્યારે લાગે છે કે, મા આદ્યશક્તિના પર્વમાં જ્યાં દીકરીઓ પૂજવામા આવે છે, ત્યાં જ ગુજરાતની દીકરીઓ સલામત નથી.

રાજ્યમાં ફરી એકવાર ગેંગરેપની ઘટના સામે આવી છે. સુરત જિલ્લાના મોટા બોરસરા ગામે નજીક સામુહિક દુષ્કર્મની ઘટના બની છે. પ્રાથમિક માહિતી અનુસાર સગીરા તેના મિત્રા સાથે જઇ રહી હતી ત્યારે તેની સાથે દુષ્કર્મ થયું હતું. સગીરા મિત્ર સાથે હતી તે સમય દરમ્યાન અવાવરું જગ્યાએ ત્રણ જેટલા નરાધમો આવી પહોંચ્યા હતા અને સગીરાના મિત્રને માર માર્યો હતો. અને ત્યારબાદ સગીરા સાથે અજાણ્યા લોકોએ દુષ્કર્મ આચર્યું હતું.

પોલીસને જાણ થતા જ હાલ કોસંબા સહિત જિલ્લા પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચી ગયો છે. સગીરાનું પોલીસ મથકે નિવેદન લેવાયુ હતું.

આ સમાચારને શેર કરો