રાજકોટ શહેરમાં વધુ એક ફાયરિંગની ઘટના,એક વ્યક્તિ ઈજાગ્રસ્ત
રાજકોટ શહેરમાં ગુંડાગીરીનો એક નવો કિસ્સો સામે આવ્યો છે. પોપટપરા સ્મશાનગૃહ પાસે અમૃતધારા સોસાયટીમાં પાર્કિંગને લઈને ત્રણ દિવસથી ચાલી રહેલા વિવાદમાં ગુરુવારે રાત્રે હિંસક રૂપ ધારણ કર્યું હતું. આરોપ છે કે સાત આરોપીઓએ એક વ્યક્તિ પર છરી, કુહાડી અને લોખંડના પાઈપોથી હુમલો કર્યો હતો અને હવામાં એક રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું હતું. આ ઘટનાથી સ્થાનિક રહેવાસીઓમાં ભયનું વાતાવરણ સર્જાયું છે.
સોસાયટીમાં પાર્કિંગ બાબતે કરવામાં આવ્યું ફાયરિંગ
અમૃતધારા સોસાયટીમાં છેલ્લા ત્રણ દિવસથી પાર્કિંગને લઈને બે જૂથો વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. ગુરુવારે રાત્રે આ વિવાદ (dispute) વધુ વકર્યો અને ગોવિંદ ચાવડા સહિત સાત લોકોએ એક વ્યક્તિ પર ક્રૂરતાથી હુમલો (Attack) કર્યો. હુમલાખોરોએ છરી, કુહાડી અને લોખંડના પાઈપોથી તે વ્યક્તિને ગંભીર ઈજા પહોંચાડી હતી. વધુમાં, એવું પણ બહાર આવ્યું છે કે આરોપીઓએ હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જેનાથી વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો.
સોસાયટીમાં પાર્કિંગ બાબતે કરવામાં આવ્યું ફાયરિંગ
ઘાયલ વ્યક્તિને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું છે કે તેની હાલત સ્થિર છે. ઘટનાની માહિતી મળતાં, પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, ડીસીપી ક્રાઈમ, એસીપી અને અન્ય વરિષ્ઠ પોલીસ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.
