Placeholder canvas

તમે બુક કરેલી રેલવેની ટિકિટ પર હવે પરિવારનો અન્ય સભ્ય પણ મુસાફરી કરી શકશે.

ઘણીવખતે એવું થાય કે ટિકિટ બુક કરી હોય પણ પ્રવાસના આયોજનમાં ફેરફાર થાય. આવા સમયે તમારી બુકીંગ કરેલી ટિકિટ પર પરિવારના અન્ય કોઈ સભ્યના નામે ટ્રાન્સફર કરી શકશો.

ભારતીય રેલ્વેમા રોજ કરોડો યાત્રીઓ મુસાફરી કરીને ભારતીય રેલ્વેની મદદથી સમયસર પોતાના સ્થાને પહોચી શકે છે. તમે પણ મુસાફરીનો પ્લાન બનાવીને ટિકિટ બુક કરી હોય અને તમારા પ્લાન નાનો એવો બદલાવ આવે તો હવે ચિંતા કરવાની જરૂર નથી. નાની પ્રોસેસ અને ડોક્યુમેન્ટસની મદદથી તમે તમારી કન્ફર્મ ટિકિટ પરિવારના અન્ય સભ્યના નામે ટ્રાન્સફર કરી શકશો. 

પરિવારના અન્ય સભ્યના નામે ટિકિટ ટ્રાન્સફર કરી શકશો.
IRCTC ના નવા નિયમ અનુસાર હવેથી તમે તમારી કન્ફર્મ ટિકિટ પર ફેમિલિ મેમ્બર્સને યાત્રા કરાવી શકશો. આ માટે પેસેન્જરના નામમાં ફેરફાર કરવાનો રહેશે. IRCTC મુસાફરોને આ સુવિધા આપે છે. તે પોતાની કન્ફર્મ ટિકિટ પર પેસેન્જરનું નામ બદલી શકશે. આ ફેરફાર એક જ વખત કરી શકાશે.

આ રીતે ટિકિટ પર બદલો પેસેન્જરનું નામ

  • પહેલાં તો ઓનલાઈન બુક કરાયેલી ટિકિટની પ્રિન્ટ આઉટ લઈ લો.
  • આ પછી તમારા શહેરના રેલ્વે રિઝર્વેશન કાઉન્ટર પર જાઓ.
  • ટિકિટ પર જેનું નામ કરાવવાનું છે તેના ઓરિજનલ આઈડી પ્રફ અને તેની ફોટોકોપી સાથે રાખો.
  • રેલ્વે રિઝર્વેશન કાઉન્ટરથી ટિકિટ પર પેસેન્જરનું જૂનું નામને બદલે નવા નામની એન્ટ્રી કરાવી શકાશે. 
  • ધ્યાન રાખો કે ટ્રેન ડિપાર્ચરથી 24 કલાક પહેલાં રિઝર્વેશન કાઉન્ટરથી યાત્રીનું નામ બદલાવી શકાય છે. પછી આ કામ થઈ શકશે નહીં.
  • તમારી કન્ફર્મ ટિકિટ પર માતા પિતા, ભાઈ બહેન, દીકરો કે દીકરી, પતિ પત્નીનું નામ ટ્રાન્સફર થઈ શકે છે. 

આ ડોક્યૂમેન્ટ્સની રહેશે જરૂર

  • આધાર કાર્ડ
  • પાન કાર્ડ
  • પાસપોર્ટ
  • રાશન કાર્ડ
  • ડ્રાઈવિંગ લાયસન્સ
  • નેશનલાઈઝ્ડ બેંકની પાસબુક
  • વોટર આઈડી કાર્ડ
  • વેલિડ સ્ટૂડન્ટ આઈ કાર્ડ
  • ફોટો વાળું ક્રેડિટ કાર્ડ
  • રાજ્ય કે કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલું ફોટો આઈડી કાર્ડ

લગ્ન કે પાર્ટીમાં જનારા લોકોને પણ મળશે આ સુવિધા
ટિકિટ ટ્રાન્સફર કરતી સમયે તમારે ધ્યાન રાખવાનું રહે છે કે તમે તમારી ટિકિટ ફક્ત પોતાના પરિવારના સભ્યો જેમકે માતા પિતા, ભાઈ, બહેન, પુત્ર, પુત્રી, પત્ની કે પતિના નામે જ ટિકિટ ટ્રાન્સફર કરી શકો છો. તે ઈચ્છો છો કે તમે તેને દોસ્તના નામે ટિકિટ ટ્રાન્સફર કરો તો તે શક્ય નથી. પરિવાર સિવાય ભારતીય રેલ્વે કોઈ એજ્યુકેશનલ ઈન્સ્ટીટ્યુટના વિદ્યાર્થીઓને પણ ટિકિટ ટ્રાન્સફર કરવાની સુવિધા આપે છે. એવી સ્થિતિમાં ઈન્સ્ટીટ્યુટના પ્રમુખને લેટરહેડ પર જરૂરી ડોક્યુમેન્ટની સાથે લેખિતમાં ટ્રેનના પ્રસ્થાનથી 48 કલાક પહેલા અરજી કરવાની રહેશે.  

આ સમાચારને શેર કરો