આરોગ્ય

શિયાળામાં અંજીર શરીર માટે ખૂબ જ ગુણકારી…

ઋતુ બદલાતા, ખરાબ વાતાવરણ અને હવામાં ભેજ હોવાને કારણે ગળું ખરાબ થવું, શરદી-ખાંસીની અસર થાય છે ત્યારે અંજીર શિયાળામાં ખવાતુ સૌથી મનપસંદ અને ઉપયોગી ફળ છે. તાજા અંજીરમાં વિટામીન A સૌથી વધારે પ્રમાણમાં હોય છે. અંજીર એક સ્વાદિષ્ટ, સ્વાસ્થ્યવર્ધક અને ખૂબ જ ઉપયોગી ફળ છે. વૈજ્ઞાનિકો અનુસાર અંજીરનાં ડ્રાયફ્રૂટમાં કાર્બોહાઇડ્રેટ 63 ટકા, પ્રોટીન 5.5 ટકા, સેલ્યુલોઝ 7.3 ટકા, ખનિજ ક્ષાર 3 ટકા, અમ્લ 1.2 ટકા અને પાણી 20.8 ટકા હોય છે. વિટામીન બી અને વિટામીન સી પણ હોય છે. અંજીર ખાવાથી ઘણા ફાયદાઓ થાય છે.

🌼 મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સરની બિમારીઓ વધી રહી છે. મહિલાઓમાં થતા બ્રેસ્ટ કેન્સર માટે તે ખૂબ જ લાભકારી છે. એવું કહેવાય છે કે દરરોજ અંજીર ખાવાથી તેનું જોખમ ઘટી જાય છે.

🌼 અંજીરમાં ફાઇબર હોય છે જે પાચનક્રિયામાં મદદ કરે છે. કબજિયાતની સમસ્યા દૂર કરવામાં અંજીર લાભદાયી છે. દરરોજ ત્રણ અંજીર ખાવાથી કબજિયાતની સમસ્યાથી છૂટકારો મળી શકે છે.

🌼 ફેફસાંનાં રોગમાં પાંચ અંજીર એક ગ્લાસ પાણીમાં ઉકાળીને, ગાળીને સવાર-સાંજ પીવું જોઇએ.

🌼 અંજીરના સેવનથી સુકી ખાંસીની સમસ્યા પણ દૂર થઇ જાય છે.

-મિતલ ખેતાણી

આ સમાચારને શેર કરો