ક્યાં પશુ-પક્ષીને ખોરાકમાં શુ જોઈએ? કેટલો જોઈએ? જાણો

પશુ-પક્ષીઓની તંદુરસ્તી જાળવવા માટે ખોરાક એક મહત્વની બાબત છે. જીવદયા સંસ્થાઓમાં ગાય,ભેંસ જેવા પાલતુ પ્રાણી વિશેષ હોય છે, પરંતુ  કુદરતમાં વિહરતા પશુ-પક્ષી પણ કયારેક સંસ્થાઓનો આશ્રય મેળવતા હોય છે. જુદા જુદા પશુ-પક્ષીને ખોરાક આપવા માટે ઉપયોગી થાય તે અર્થે ખોરાક પત્રક આ સાથે રજૂ કરેલ છે.

જુદા જુદા પશુ—પક્ષીનું ખોરાક પત્રક

♦️ (૧) પોપટ– ચોળા, તુવેરશીંગ, પપૈયા, કેરી, કાકડી, શેરડી, રાયણ, જામફળ, મરચા, ગાજર-૫૦ ગ્રામ, મગફળી–૫૦ ગ્રામ, જુદા જુદા બીજ–૧૦૦ ગ્રામ, સુર્યમુખીના બીજ–૨૫ ગ્રામ
♦️  (૨) કબૂતર:– ઘઉં–૨૫ ગ્રામ, જુવાર–૨૫ ગ્રામ, ચોખા–૨૫ ગ્રામ
♦️  (૩) મોર:– બાજરો ૨૫ ગ્રામ, ઘઉં-૨૫ ગ્રામ, જુવાર-૨૫ ગ્રામ, રોટલ-૫૦ ગ્રામ, લીલા શાકભાજી-૭૫ ગ્રામ, મગફળીના દાણા–૨૦ ગ્રામ.
♦️  (૪) કોયલ—મિશ્ર ધાન્ય-૫૦ ગ્રામ, મિશ્ર કઠોળ–૨૫ ગ્રામ, પપૈયુ—૫૦ ગ્રામ.
♦️  (૫) બજરીગર/લવબર્ડ– કાંગ–૧૦ થી ૧૫ ગ્રામ, કોથમીર/પાલક–૧૦થી ૧૫ ગ્રામ.
♦️  (૬) કોકટીલ– લીલા શાકભાજી–૨૫ ગ્રામ, બ્લેકશીડ મીકસ–૨૦ થી ૨૫ ગ્રામ.
♦️  (૭) લવ બર્ડઝ–કાંગ, બ્લેકશીડ, બાજરી, કોથમીર–૧૫ થી ૨૦ ગ્રામ
♦️  (૮) મેના/બુલબુલ-પપૈયુ, કેળા તથા અન્ય ફળ–૨૦ થી ૫૦ ગ્રામ.
♦️  (૯) મુનીયા/ફિન્ચ-કાંગ, બ્લેકશીડ, કોથમીર-૫ થી ૧૦ ગ્રામ.
♦️  (૧૦) તેતર- જુવાર, બાજરી–૨૫ ગ્રામ.
♦️  (૧૧) કુંજ–મગફળી–૫૦ ગ્રામ.
♦️  (૧૨) વાંદરા–પલાળેલ ચણા-૧૫૦ થી ૨૦૦ ગ્રામ, ફળ–શાકભાજી–૧૦૦ થી ૨૦૦ ગ્રામ, કેળા–૨, શીંગદાણા ૫૦ ગ્રામ.
♦️  (૧૩) નીલગાય—લીલાચારો-૧૫ કિ.ગ્રામ, સૂકોચારો—૨ થી ૪ કિ.ગ્રામ.
♦️  (૧૪) કાચબા- પથરાયા–ચણા–૧૫ થી ૨૦ ગ્રામ, લીલા શાકભાજી- ૧૫ થી ૨૦ ગ્રામ, રજકો–૨૦ થી ૨૫ ગ્રામ.
♦️  (૧૫) બકરા—લીલોચારો– ૨ થી ૩ કિ.ગ્રામ, સૂકોચારો- ૧ થી ૨ કિ.ગ્રામ.
♦️  (૧૬) લવારા—લીલોચારો-૧ થી ૨ કિ.ગ્રામ, સૂકોચારો- ૧ થી ૨  કિ.ગ્રામ.
♦️  (૧૭) ઘેટા– લીલોચારો-૨ થી ૩ કિ.ગ્રામ, સૂકોચારો ૧ થી ૨ કિ.ગ્રામ.
♦️  (૧૮) ગાડરડા—લીલોચારો—૧ કિ.ગ્રામ, સૂકોચારો-૧ કિ.ગ્રામ.
♦️  (૧૯) અશ્વ—લીલોચારો-૧૫ થી ૨૦ કિ.ગ્રામ, સુકોચારો-૬ થી ૮ કિ. ગ્રામ, જરૂર મુજબ જોગાણ આપવું.
♦️  (૨૦) ગદર્ભ- લીલોચારો-૮ થી ૧૦ કિ.ગ્રામ, સૂકોચારો ૪ થી ૬ કિ.ગ્રામ.
♦️  (૨૧) ઉટ–લીલોચારો—૩૦ કિ.ગ્રામ. સૂકોચારો-૧૦ થી ૧૫ કિ.ગ્રામ,  ગોવાત્ર અને મગફળીનો પાલો પસંદગીનો ખોરાક છે.
♦️  (૨૨) સસલા–ચણા–૫૦ ગ્રામ, રજકો–૪૦૦ ગ્રામ.
♦️  (૨૩) ખીસકોલી–મીશ્ર ધાન્ય ફળ, મગફળી, ફળો વગેરે આપી શકાય.
♦️  (૨૪) ચિતલ, કાળીયાર, હોગડિઅર, ચિંકાર, ચૌશિંગા-લીલોચારો-૫ કિ.ગ્રામ, સૂકોચારો—૨ કિ.ગ્રામ

 સંકલન :– મિતલ ખેતાણી

આ સમાચારને શેર કરો