Placeholder canvas

વાંકાનેર: વઘાસિયા ટોલનાકા પાસેથી એક અજાણ્યા પુરુષની લાશ મળી

વાંકાનેર: આજે વઘાસીયા ટોલ નાકા નજીક આવેલ આઇ માતા હોટલની આગળના ભાગેથી એક અજાણ્યા પુરુષની લાશ મળી આવી છે

આ યુવકની ઉંમર આશરે 25 થી 35 વર્ષની હોય તેવું લાગે છે, તેમનો બાંધો પાતળો છે, તેમની ઊંચાઈ 5.6 ફૂટની અને લાલ કલરનું ટીશર્ટ અને કાળા કલરનું પેન્ટ પહેરેલ છે. પેન્ટની નીચે GACK Gold લખેલ ચડ્ડી પહેરેલી છે તેમણે જમણા હાથમાં પિત્તળનું કડુ ને લાલ રંગનો દોરો પહેરેલો છે તેમણે જમણા હાથની આંગળીમાં પિત્તળના ધાતુની વીંટી પહેરેલી છે.

આ લાશ બે દિવસથી પડ્યા હોવાનો અંદાજ છે, તેમના કોઈ વાલી વારસ મળેલ નથી જેથી જો કોઈને આ વ્યક્તિની જાણ થાય તો વાંકાનેર શહેર પોલીસનો નીચેના નંબર ઉપર સંપર્ક કરવો.

તપાસ કરનાર અધિકારીના મોબાઈલ નં.- ૬૩૫૨૮ ૨૫૦૯૦, વાંકાનેર સીટી પો.સ્ટેશનના ટેલિફોન નં. 02828 220556

આ સમાચારને શેર કરો