Placeholder canvas

લક્ઝરી બસને ઓવરલોડ ડમ્પરે ટક્કર મારતા બન્ને વાહનો પલ્ટી ગયા, મુસાફરોનો બચાવ

ભુજ: ખાવડાથી મુસાફરો સાથે ભુજ તરફ આવતી મીની લકઝરી બસને ભીરન્ડિયારા પાસે પાછળથી પુરપાટ આવતા ડંપરે ઠોકર મારતા બન્ને વાહનો બેકાબુ બની માર્ગ પરથી પલટી ગયા હતા. મુસાફરો ભરેલી બસમાં એક મહિલાને ઇજા પહોંચતા સારવાર અર્થે ભુજ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. સદભાગ્યે આ દુર્ઘનામાં મોટી જાનહાની ટળી જવા પામી છે.

આ વિશે સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર આજે સવારે 10.30ના અરસામાં ખાવડાથી ભૂજ તરફ આવતી મીની લકઝરી બસ ઓવરલોડ ડંપરની હડફેટે ચડી જતા પલટી ગઈ હતી. બસમાં સવાર મુસાફરોનો ચમત્કારિક બચાવ થયો હતો. જ્યારે અકસ્માત સર્જનાર ડમ્પર પણ પલટી ગયું હતું.

આ સમાચારને શેર કરો