મોરબી: રિલીફ કમિટી દ્રારા મનસુરી પીંજારા સમાજના વિદ્યાર્થીનો સન્માન સમારોહ યોજાયો.
મોરબી : રિલીફ કમિટી મોરબી દ્રારા મનસુરી પીંજારા સમાજના વિદ્યાર્થીનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમાં ધોરણ-5 થી કોલેજ સુધીનાં તમામ વિદ્યાર્થીઓનું શિલ્ડ અને ગિફ્ટ આપી રિલીફ કમિટી દ્વારા સન્માન કરવામાં આવ્યુ હતું, રિલીફ કમિટી ના કન્વીનર સલીમભાઈ રહીમભાઈ પીપરવાડીયા દ્વારા આમંત્રિત મહેમાનોનુ સ્વાગત કરવામાં આવ્યુ હતુ.
મનસુરી પીંજારા સમાજના વિદ્યાર્થીનો સન્માન સમારોહમાં ડો.મનસુરભાઈ હાજી ઇસ્માઇલભાઈ પીલુડિયા (મેડિકલ ઓફિસર), હાજી સલીમભાઈ હસનભાઈ હેરંજા (PSI) અને ડૉ. સુહાનાબેન ફિરોઝભાઈ કડીવાર વિગેરે મહાનુભાવોએ હાજરી આપી શિક્ષણ વિસે માહિતગાર કરેલ તેમજ મનસુરી પીંજારા સમાજના પ્રમુખ આરીફભાઈ હાજીહાસમભાઈ પીલુડિયાને વિદ્યાર્થી સન્માન સમારોહના અધ્યક્ષ સ્થાન આપી તેમનું સન્માન કરેલ આ તકે પ્રમુખ દ્વારા દરેક વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. આ રીતે રિલીફ કમિટી ના દરેક સભ્યો તેમજ મનસુરી પીંજારા સમાજ ના આગેવાનોએ સાથે મળી વિદ્યાર્થી સન્માન સમારોહને સફળ બનાવવામાં આવ્યો હતો.
આ તકે આમંત્રિત મહેમાનો તેમજ તમામ આગેવાનો શહેરી અને ગ્રામ્ય કારોબારી સભ્યો તેમજ તમામ સખી દાતાઓની આભારવિધી રિલીફ કમિટી ના સહકન્વીનર રજબઅલી દાઉદભાઈ ગોધાવીયા અને નદીમભાઈ રફીકભાઈ પીલુડિયા દ્વારા કરવામાં આવી હતી.
