Placeholder canvas

વાંકાનેર: ગૌચરની જમીનમાં ખોદકામ કરનારે જાલીડાના યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપી !

વાંકાનેર : વાંકાનેરના જાલીડા ગામે ગૌચરની જમીનમાં હિટાચી મશીનથી ખોદકામ કરવા મામલે યુવાનને એક શખ્સે જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની વાંકાનેર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. આ બનાવની વાંકાનેર પોલીસે ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર સાદુરભાઇ મેરાભાઇ લોહ (ઉ.વ.૩૭, ધંધો માલઢોર, રહે જાલીડા તા.વાંકાનેર) એ આરોપી હરીભાઇ પોપટભાઇ (રહે હોલમઢ, તા.વાંકાનેર) સામે ફરિયાદ નોંધાવી હતી.

ગત તા.૨૨ ના રોજ સાંજના નવેક વાગ્યાના અરસામા જાલીડા ગામે હડીયો સીમમાં બનેલા આ બનાવમાં ફરીયાદિ જાલીડા ગામે રહેતા હોય અને જાલીડા ગામની હડીયો સીમમાં ગૈાચરની જમીનમાં આરોપીનુ હીટાચી મશીનથી ખોદકામ ચાલતુ હોય. જેથી, ફરીયાદી તેને ના પાડેલ જેથી આરોપીને સારૂ નહી લાગતા, તે એકદમ ઉશ્કેરાઇ જઇ ફરીયાદીને જેમ ફાવે તેમ ભુંડાબોલી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. વાંકાનેર પોલીસે આ બનાવ મામલે આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો