‘જિંદગી તારા નામ પર’ ફિલ્મના નિર્માતા/ગીતકાર ભૂષિત શુક્લનું વેલેન્ટાઇન ડે પર રોમેન્ટીક સોંગનું આલ્બમ રીલીઝ થશે.

જિંદગી તારા નામ પર’ પી.એમ ફિલ્મ પ્રસ્તુત નિર્માતા/ગીતકાર ભૂષિત શુક્લનું વેલેન્ટાઇન ડે પર રીલીઝ થનાર રોમેન્ટીક આલ્બમ સોંગનું શુટિંગ થયું
નિર્માતા ગીતકાર ભૂષિત શુક્લનું રોમેન્ટીક ગીત જે ૧૪ ફેબ્રુઆરીએ વેલેન્ટાઇન ડે નાં દિવસે રીલીઝ થવા જઈ રહ્યું છે જેનું શુટીંગ ગાર્ડી વિદ્યાપીઠ ખાતે તા. ૯/૦૨/2023 નાં રોજ કરવામાં આવ્યું. એક નવા જ અંદાજમાં રજુ થનાર ગીત આજની કોલેજીયન યુવા પેઢીને ખુબ ગમશે, દિગ્દર્શક/લેખક સંજય ગોહિલ, ડી.ઓ.પી. પ્રવિણ મુછડિયા, સિંગર/એડીટર હર્ષદ મુછડિયા, કંપોસર જય ડોડીયા, સંગીત – શૈલેશ પંડ્યા, ડબિંગ/બેકગ્રાન્ડ મ્યુઝીક નયન રાઠોડ, કોર્યોગ્રાફી પપ્પુ સર, મેક અપ મહેન્દ્ર શાહ એ ખુબ જહેમત ઉઠાવી છે.
આ ગીતમાં અભિનયનાં રોમેન્ટિક રંગો પૂર્યા છે. મહિમા મકવાણા, નવાબ મકવાણા અન્ય કલાકારોમાં ભૂષિત શુક્લ તથા યશ ગોહેલનો આ માટેનો લોકેશનનો ખાસ સહયોગ ગાર્ડી વિદ્યાપીઠનો રહ્યો હતો. આ સાથે ત્રિમૂર્તિ પ્રોડક્શન હાઉસનો પણ સહયોગ રહ્યો હતો.

