Placeholder canvas

80 વર્ષના વૃદ્ધે 3 વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મ આચર્યું.

રાજકોટ: ગોંડલ તાલુકાના સડક પીપળીયા ગામે રહેતા 80 વર્ષના વૃધ્ધે પોતાના ઘરના નીચેના માળે જ રહેતા મૂળ યુપીનાં પરિવારની ત્રણ વર્ષની માસુમ બાળકી સાથે અડપલા કરીને દુષ્કર્મ ગુજારવાનો પ્રયાસ કર્યાનો બનાવ સામે આવતા ચકચાર જાગી છે. માસૂમ બાળકીને ગુપ્ત ભાગમાંથી લોહી નીકળવા લાગતા માતાને જાણ થયા બાદ સારવાર અર્થે રાજકોટ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.

આ બનાવની મળેલ માહિતી મુજબ મૂળ યુપીના વતની અને હાલ ગોંડલના સડક પીપળીયા ગામે ભાડાના મકાનમાં રહેતા તથા કારખાનામાં મજૂરી કામ કરતાં સબરુદ્દીન નેસાની 3 વર્ષની ફૂલ જેવી બાળકી ઉપર તેના જ ઘરની ઉપરના માળે રહેતા 80 વર્ષના વૃધ્ધે બિભત્સ અડપલા કરીને દુષ્કર્મ ગુજારવાનો પ્રયાસ કર્યો હતો.

વૃધ્ધ છેલ્લા ઘણા સમયથી બંને બાળકીઓને રમાડવા પોતાના રુમમાં લઇ જતો હતો. પરંતુ ગઇકાલે બપોરે બે વાગ્યાના અરસામાં વૃધ્ધ 3 વર્ષની બાળકી અને પાડોશીની આઠ વર્ષની દિકરીને પોતાના રુમમાં લઇ ગયા બાદ વૃધ્ધે 3વર્ષની બાળકી સાથે બિભત્સ અડપલા શરુ કરી અને દુષ્કર્મ ગુજારવાનો પ્રયાસ કરતાં પાડોશીની આઠ વર્ષની પુત્રીએ માસુમ બાળકીને વૃધ્ધની ચુંગાલમાંથી મુક્ત કરાવી હતી.

સબરુદ્દીનભાઈ નેસાના પાડોશમાં રહેતા પરિવારની આઠ વર્ષની દિકરીએ ત્રણ વર્ષની બાળકીની માતા કલીમુબેનને વૃધ્ધના કારસ્તાન અંગે જાણ કરતાં માતા કલીમુબેને પુત્રીનાં ગુપ્ત ભાગે તપાસ કરતાં ફૂલ જેવી બાળકીનાં ગુપ્તાંગમાંથી લોહી નીકળતું નજરે પડતાં માતા કલીમુબેન ચોંકી ઉઠ્યા હતાં. સબરુદ્દીનભાઈ અને તેના માતા કલીમુબેને તાત્કાલીક પોતાની બાળકીને સારવાર અર્થે રાજકોટની સરકારી હોસ્પિટલમાં ખસેડતાં આ 80 વર્ષનાં વૃધ્ધનો હવસનો ખેલ ખુલ્લો પડ્યો હતો.

તબીબી સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ 3 વર્ષની બાળાના આ ગુપ્તાંગમાંથી લોહી નીકળતું હોય હોસ્પિટલનાં તબીબો દ્વારા તેની ચકાસણી કરીને સેમ્પલ લેવામાં આવ્યા છે. મેડીકલ રિપોર્ટ આવ્યા બાદ જ દુષ્કર્મ થયું છે કે કેમ તેની વિગતો જાણી શકાશે.સબરુદ્દીનભાઈની બે પુત્રી અને એક પુત્રમાં 3 વર્ષની બાળકી વચેટ હોવાનું જાણવા મળ્યું છે.

આ સમાચારને શેર કરો