અમુલ ડેરીએ દૂધના ભાવમાં કર્યો વધારો, આજે રાતથી લાગુ થશે નવી કિંમત

આવતીકાલથી તમારે અમુલ દૂધ ખરીદવા માટે વધારે ભાવ ચુકવવો પડશે. અમુલે દૂધના ભાવમાં પ્રતિ લિટર બે રૂપિયાનો વધારો થયો છે. અમુલ ગોલ્ડ, અમુલ તાજા અને અમૂલ શકિત નો સમાવેશ થાય છે. અમૂલ તાજા નાના પાઉચ સિવાય તમામ દૂધનાં ભાવમાં પ્રતિ લીટર બે રૂપિયાનો વધારો ઝીંકાયો છે.

જાણો અમુલના નવા ભાવ
અમૂલ સ્ટાન્ડર્ડ 500 મીલી. જુની કિંમત 30 રૂ।. નવી કિંમત 31 રૂ।.
અમૂલ બફેલો દૂધ 500 મીલી જુની કિંમત 36 રૂ।. નવી કિંમત 37 રૂ।.
અમૂલ ગોલ્ડ દુધ 500 મીલી જુની કિંમત 33 રૂ।. નવી કિંમત 34 રૂ।.
અમૂલ ગોલ્ડ દુધ એક લીટર જુની કિંમત 65 રૂ।. નવી કિંમત 67 રૂ।.
અમૂલ સ્લિમ એન્ડ ટ્રીમ 500 મિલી. જુની કિંમત 24 રૂ।. નવી કિંમત 25 રૂ।.
અમૂલ ટી સ્પેસ્યલ 500 મીલી જુની કિંમત 31 રૂ।. નવી કિંમત 32 રૂ।.
અમૂલ તાજા દૂધ 500 મિલી જુની કિંમત 27 રૂ।. નવી કિંમત 28 રૂ।.
અમૂલ તાજા દુધ 1 લીટર જુની કિંમત 53 રૂ।. નવી કિંમત 55 રૂ।.
અમૂલ ગાય દુધ 500 મીલી જુની કિંમત 28 રૂ।. નવી કિંમત 29 રૂ।.

અમૂલ તાજા નાના પાઉચ સિવાય તમામ દૂધનાં ભાવમાં પ્રતિ લીટર બે રૂપિયાનો વધારો ઝીકાયો છે.

આ સમાચારને શેર કરો