Placeholder canvas

મોરબી: આમરણ નજીક ટ્રેક્ટરે 4વર્ષની બાળકીને હડફેટે લેતા મોત.

મોરબીના આમરણ નજીક માટી ભરેલા ટ્રેક્ટરે ૪ વર્ષની બાળકીને હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો જેને પગલે બાળકીનું મોત નીપજ્યું હતું.જે મામલે મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે

મૂળ મધ્યપ્રદેશના ધાર જિલ્લાના રહેવાસી અને હાલમાં મોરબીના આમરણ ગામ પાસે ટાટાનગરમાં હરિભાઈ પટેલના મકાનમાં રહેતા નેપાલભાઈ સુનિલભાઈ વસુમિયા આરોપી ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે નેપાલભાઈ પરિવાર સાથે આમરણથી જોડિયા તરફ જવાના રસ્તા ઉપર આવતા મેલડી માતાજીના મંદિર પાસે આવેલી ખુલ્લી જગ્યામાં ટ્રેક્ટર માં માટી ભરવાનું કામ કરી રહ્યા હતા. એ સમયે તેમની ૪ વર્ષીય દીકરી શિવાની અને તેમનો એક વર્ષીય દીકરો શિવરાજ ખુલ્લા મેદાનમાં રમી રહ્યા હતા.

ટ્રેકટર GJ-36-L-3085માં માટીના ત્રણ ફેરા કર્યા બાદ આરોપી ટ્રેક્ટર ચાલકે કે પોતાના ટ્રેક્ટરમાં માટીનો ચોથો ફેરો ભર્યો હતો. અને બેદરકારી પૂર્વક પોતાનું ટ્રેકટર ચલાવતા આગળ રમી રહેલી શિવાનીને તેણે હડફેટે લીધી હતી. જેને પગલે અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં શિવાનીને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. બેભાન અવસ્થામાં શિવાનીને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવી હતી. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી. જે મામલે મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે

આ સમાચારને શેર કરો