Placeholder canvas

જિલ્લાકક્ષાની ખો.ખો અને એથ્લેટીક્સ રમતોમાં અમીયલભાઈ બાદી હાઈસ્કૂલ ઉત્કૃષ્ટ દેખાવ

વાંકાનેર: સ્કૂલ ગેમ ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત મોરબી જિલ્લાકક્ષાની ખો..ખો..અને એથ્લેટીક્સ સ્પર્ધામાં વાંકાનેર તાલુકાના અરણીટીંબા અમીયલભાઇ બાદી હાઈસ્કૂલના વિધાર્થીએ ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે.
મોરબી જિલ્લાના નવજીવન હાઈસ્કૂલ મોરબી મુકામે જિલ્લાકક્ષાની ખો..ખો.. સ્પર્ધાનું આયોજન થયું હતું.જેમાં જિલ્લાભરમાંથી આવેલા ટીમોમાંથી અરણીટીંબા અમીયલભાઈ બાદી હાઈસ્કૂલની વિદ્યાર્થીનીઓ બીજો નંબર મેળવ્યો હતો. તેમજ એથ્લેટીક્સમાં અંડર17 બહેનો માં કડીવાર તાજમીન મહેબુબભાઈ 100m દોડમાં પ્રથમ, બાબરીયા આશા 400મીટર દોડમાં દ્વિતિય સ્થાન પ્રાપ્ત કરીને શાળા તેમજ સમગ્ર વાંકાનેર વિસ્તારનું નામ રોશન કર્યું છે.

વિજેતા થયેલા તમામ ખેલાડીઓ તેમજ કોચ હનીફભાઇ બાદી તેમજ સહાયક કૌશર ટીચર ને ટ્રસ્ટીઓ તેમજ શાળા ના આચાર્યએ અભિનંદન પાઠવ્યા હતા.હવે આવનારા દિવસોમાં અમીયલભાઈ બાદી હઈસ્કૂલની વિદ્યાર્થીનીઓ રાજ્યકક્ષાએ રમશે.

આ સમાચારને શેર કરો