આંબાલાલ પટેલની આગાહી: તા.22થી25માં ભારે વરસાદી ઝાપટા,27સપ્ટેમ્બરથી ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા…
ગુજરાતમાં વરસાદી માહોલ હાલમાં નથી. હવામાન વિભાગ પણ આગામી સપ્તાહમાં સમાન્ય વરસાદની આગાહી કરી રહ્યું છે. દેશમાં બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમ હાલમાં ખતરનાક બની છે. જે આગામી બેથી 3 દિવસમાં ભારે વરસાદ વરસાવી શકે છે જોકે, ગુજરાત આ ખતરાથી મુક્ત રહેશે. ગુજરાતમાં ફક્ત આની અસર જોવા મળી શકે છે. બંગાળની ખાડીમાં બનેલી આ ત્રીજી એવી સિસ્ટમ છે જે ડીપ ડિપ્રેશન સુધી પહોંચી છે અને વધારે શક્તિશાળી બની છે. એકાદ બે દિવસમાં આ સિસ્ટમ આગળ વધીને મધ્ય ભારત સુધી પહોંચે એવી શક્યતા છે.
ગુજરાત માટે શું છે આગાહી
આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 12 -13 સપ્ટેમ્બરથી ગુજરાતના હવામાનમાં પલટો આવતા ભારે વરસાદની શક્યતા છે. 15-16-17 સપ્ટેમ્બરમાં પશ્ચિમી વિક્ષેભ આવશે. જેની ગુજરાત ઉપર 22 થી 25 માં ભારે વરસાદી ઝાપટા પડશે. 27 સપ્ટેમ્બરથી ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. 9 થી 10 ઓક્ટોબર સુધીમાં સૂર્ય ચિત્રા નક્ષત્રમાં આવતા વરસાદી સિસ્ટમ બનશે. 16 થી 17 ઓક્ટોબરે ચંદ્ર જો આખી રાત કાળા વાદળોમાં ઢંકાયેલો રહેશે તો દરિયામાં ભારે હલચલ થવાની શક્યતા છે. વેલમાર્ક લો-પ્રેશર અને ડિપ્રેશનની અસરથી મધ્ય અને પશ્ચિમ ભારતનાં આંતર મોસમીય પરિવર્તનથી વરસાદ ખેંચી લાવતાં પરિબળો વધુ મજબૂત બનતા ૨૦મી સુધી સારો વરસાદ પડી શકે છે. સપ્ટેમ્બરના પ્રથમ અઠવાડિયામાં પડેલા વરસાદ અગાઉ રાજ્યમાં ૫૦ ટકા વરસાદની ઘટ હતી, પરંતુ છેલ્લા કેટલાક દિવસોમાં પડેલા વરસાદની ઘટ ૯ ટકા ઘટીને ૪૧ ટકાએ પહોંચી છે, જેમાં ગુજરાતમાં સામાન્ય કરતાં ૪૪ અને સૌરાષ્ટ્રમાં ૩૭ ટકા ઓછો વરસાદ પડ્યો છે, પરંતુ ૮થી ૧૪ સપ્ટેમ્બર દરમિયાન મધ્યમથી ભારે વરસાદને લીધે ચોમાસાને અંતે વરસાદની ૨૫ ટકા ઘટ રહેવાની શક્યતા છે.
હવામાન નિષ્ણાતે જણાવ્યું કે, 22 સપ્ટેમ્બરે વધુ એક સિસ્ટમ બનતા 25મી સુધી વરસાદી માહોલ રહેવાની વકી છે. ઉપરાંત આ વખતે એક પછી એક સિસ્ટમ બની રહી છે તેથી આ ચોમાસું અનોખું છે. એક બાદ એક સિસ્ટમ બનતા ચોમાસું ક્યારે વિદાય લેશે તે કહેવું તો અત્યારે કઠિન છે. હજુ પણ રાજ્યમાં ભારે વરસાદ પડી શકે છે. નોંધનીય છે કે, વરસાદ બંધ થવાની સાથે તાપમાનનો પારો સતત વધી રહ્યો છે ઉપરાંત હવામાં ભેજનું પ્રમાણ વધતા લોકો પરસેવે રેબઝેબ થઇ રહ્યા છે.