Placeholder canvas

વરસાદને લઈને અંબાલાલ પટેલેની વધુ એક આગાહી…

વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વધુ એક આગાહી કરી છે.27 જુલાઈ થી 5 ઓગષ્ટમાં દક્ષિણ અને પશ્ચિ સૌરાષ્ટ્રનાં ભાગોમાં વરસાદ થશે. ઉત્તર મધ્ય ગુજરાતનાં ભાગોમાં અને પંચમહાલ વરસાદની શક્યતા છે. 26 જુલાઈએ ઓરિસનાં ડીપ ડિપ્રેશન બનશે જે મજબૂત થઈને પશ્ચિમ ઘાટ તરફ જવાની શક્યતા છે. ઉત્તર ભારતમાં ભારે વરસાદ થશે.

રાજ્યમાં ઓગસ્ટનાં પ્રથમ સપ્તાહમાં વરસાદ થશે. મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ભારે વરસાદ થશે. તેમજ નર્મદા અને તાપી જળસ્તરમાં વધારો રહેશે. બંગાળનાં ઉપસાગરમાં અને અરબ સાગરમાં પ્રતિકિમી 100 ની ઝડપે પવન ફૂંકાશે. ઓગસ્ટનાં પહેલા સપ્તાહમાં મહેસાણા, અરવલ્લી સહિતનાં વિસ્તારમાં વરસાદ રહેશે. અમદાવાદમાં વરસાદની શક્યતા છે.

આ સમાચારને શેર કરો