વાંકાનેર:અમરસિંહજી શૈક્ષણિક સંકુલમાં મહિલા દિવસે Ph.d. કરનાર બે મહિલાનું સન્માન અને કોમ્પ્યુટર લેબનું ઉદ્દઘાટન કરાયું.

વાંકાનેર, તા.8 : અમરસિંહજી કેમ્પસમાં ચાલતી બીસીએ કોલેજમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી મોહનભાઈ કુંડારિયાની ગ્રાન્ટમાંથી કોમ્પ્યુટરની અધતન લેબ તૈયાત થઇ છે જેમનું મોહનભાઈ કુંડારિયા તથા સાંસદ કેશરીદેવસિંહજી ના વરદ્ હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. માતૃશ્રી વ્રજકુવર બેન મગનલાલ મેહતા કોમ્પ્યુટર સાયન્સ એન્ડ મેનેજમેન્ટ કૉલેજના વિધાર્થીઓ વધુ સારી રીતે શિક્ષણ મેળવી શકે તે ઉમદા હેતુથી આ કોમ્પ્યુટર લેબ દ્વારા આજ થી વિધાર્થીઓ વધુ સારી રીતે કોમ્પ્યુટર વિશેનું શિક્ષણ મેળવી શકશે.

બીજો રૂડો અવસરમાં મહિલા દિવસ નિમિતે ધી વાંકાનેર એજ્યુકેશન સોસાયટી સાથે સંકળાયેલ બે નારીરત્નોનું શૈક્ષણિક જગતમાં સર્વોચ્ચ ડિગ્રી ph.d મેળવવા બદલ સન્માન કરવામાં આવ્યું…જે અંતર્ગત ધી વાંકાનેર એજ્યુકેશન સોસાયટી સંચાલિત માતૃશ્રી વ્રજકુવરબેન મગનલાલ મહેતા કોમ્પ્યુટર સાયન્સ એન્ડ મેનેજમેન્ટ (BCA) કોલેજ તથા શ્રીમતી ઇન્દુબેન લલિતભાઈ મહેતા મહિલા કોમર્સ કોલેજના પ્રધાનાચાર્ય તરીકે અને શ્રીમતી કુમુદબેન મહેતા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં ડૉ.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિ.ના અભ્યાસ કેન્દ્ર ના તથા શ્રી હેત સંઘવી શિશુ મંદિર તથા શ્રી સુમનલાલ મહેતા મેમોરિયલ પ્રાથમિક શાળા ના સંયોજક તરીકે ફરજ બજાવતા ડૉ.શીતલ બેન શાહ( ph.d તથા Gset) નું અને શ્રી અમર સિંહજી હાઈસ્કુલમાં ભૂતકાળમાં કોમર્સ વિભાગ ફરજ બજાવી ચૂકેલા ડૉ.કાજલબેન સુરેલિયાનું સન્માન મોહનભાઈ કુંડારિયા તથા ધી વાંકાનેર એજ્યુકેશન સોસાયટી ના પ્રમુખ અને સાંસદ કેશરીદેવસિંહજી તથા ઉપ પ્રમુખ કલ્પેન્દુભાઈ મહેતા તથા ટ્રસ્ટીઓ,સભ્યો દ્વારા સન્માનપત્ર ,શાલ તથા શુકનવંતા શ્રીફળ તથા સાકરના પડા આપી અત્યંત ઉલ્લાસથી સન્માન કરવામાં આવ્યું.

આજના મહિલા દિવસ નિમિતે સ્ત્રી સશક્તિ કરણ ને સ્વીકારી સર્વોચ્ચ ડિગ્રી મેળવવા બદલ અદકેરા સન્માન દ્વારા શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે.તથા સંકુલના વિવિધ વિભાગો દ્વારા તથા વિધાર્થીઓ દ્વારા પણ ડૉ.શીતલબેનનું શુભેચ્છા કાર્ડ,ગિફ્ટ્સ,તથા મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું. અંત માં બન્ને ડોક્ટરેટ ડિગ્રી મેળવનાર બહેનોએ સન્માન કરનાર દરેક નો હ્રદયપૂર્વક આભાર માન્યો હતો.

આ સમાચાર શેર કરો

Follow Us on