વાંકાનેરના અમરસર ગામે દિયરની તબિયત જોવા આવેલ ભાભી ઉપર હુમલો
વાંકાનેર : વાંકાનેર તાલુકાના અમરસર ગામે દિયરની તબિયત જોવા આવેલ રાજકોટ રહેતા ભાભી તેમના સાસુ અને દીકરીને અમરસર ગામના શખ્સે જુના ઝઘડાનો ખાર રાખી પાઇપ વડે હુમલો કરી ત્રણેયને ઇજાઓ પહોંચાડતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
આ બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ રાજકોટના રામનાથપરામા ભવાનીનગર વિસ્તારમાં રહેતા સોનલબેન જીવાભાઈ ધંધુકિયા ઉ.39 નામના મહિલાએ વાંકાનેર સીટી પોલીસ મથકમાં આરોપી મુકેશ વેરસીભાઈ સીતાપરા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, અગાઉ આરોપી મુકેશે સોનલબેનના દેર વિનોદભાઈ સાથે ઝઘડો કરી ફ્રેક્ચર કરી નાખ્યું હોય સોનલબેન, તેમના સાસુ અને પુત્રી દિયર વિનોદભાઈની તબિયત જોવા માટે અમરસર નવાપરામાં આવતા આરોપીને સારું લાગ્યું ન હતું.વધુમાં આરોપીઓએ સોનલબેન સાથે ઝઘડો કરી ગાળો આપી લોખંડના પાઇપ વડે હુમલો કરી તેમના સાસુ મોતીબેન અને દીકરી પૂજાને પણ ઇજા પહોંચાડતા બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

