Placeholder canvas

ભારત નેટ પ્રોજેકટ હેઠળ ટંકારાના તમામ ગામો થયા ઓનલાઇન: 100 MBPSની મળે છે સ્પીડ

By જયેશ ભટાસણા -ટંકારા
ટંકારા : કેન્દ્ર અને રાજ્ય સરકારની મોટાભાગની કામગીરી ઓનલાઇન કરવામાં આવી રહી છે. ભારત નેટ પ્રોજેકટ હેઠળ ટંકારા તાલુકો સમગ્ર રાજ્યમાં ફાયબર નેટથી જોડાયેલ પ્રથમ તાલુકો બન્યો છે.

ગુજરાત રાજ્યનો સૌપ્રથમ ટંકારા તાલુકો બન્યો જ્યા તાલુકા પંચાયત અને તાલુકાની તમામ 45 ગ્રામ પંચાયતમાં ગુજરાત ફાઈબર ગ્રીડ નેટવર્ક લિમિટેડ દ્વારા ભારતનેટ પ્રોજેક્ટ હેઠળ 100 MBPS સ્પીડ સાથે અન્ડરગ્રાઉન્ડ ફાઈબર કેબલ દ્વારા ગ્રામ પંચાયતોને જોડવામાં આવી, 100 MBPS સ્પીડ સાથે ઈ-ગ્રામ અને ડિજિટલ સેવાસેતુની સાથે અંદાજિત 55 સેવાઓ હવે ગ્રામ્યકક્ષાએથી કાર્યરત થશે અને સ્માર્ટ વિલેજ અને ડિજિટલ વિલેજ તરફ કદમકુચ કરશે. નાગરિકો ગ્રામ્યકક્ષાએ કરાવી શકશે અનેક કામ

ટંકારા તાલુકાના વિકાસ અધિકારી નાગાજણ તરખાલા અને ટીમ દ્વારા આગવી શૈલીમાં સરકારની આધુનિક સેવાઓ ગામડે મળેના સુત્રને સાર્થક કરવા માટે રીતસરની ઝુંબેશ હાથ ધરી એક વર્ષ જેટલા સમયમાં ગુજરાત રાજ્ય અને મોરબી જિલ્લામાં પ્રથમ તાલુકો ટંકારા બન્યો જ્યા તમામ ગામ પંચાયતના વિલેજ ઓપરેટર એના કોમ્પ્યુટર ઉપર 100 MBPS સ્પીડ સાથે કામ કરી ડિજિટલ યુગમાં કદમ શકે. અત્રે ઉલ્લેખનીય છે કે ઓપરેટર નેટવર્ક પોબલમના બાના હેઠળ સમયસર અરજદારોના કામગીરી કરતા ન હતા જે પશ્ર્ન હવે ભુતકાળ બનશે ઉપરાંત આગામી દિવસોમાં ઓનલાઈન યોજના ગામડે આગળીના ટેરવે ઉપલબ્ધ થશે.

મોબાઈલ એપ્સ
ઝડપથી સમાચાર મેળવવા માટે play storeમાં જઈને કપ્તાનની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો… નીચેની લિંક પર ક્લિક કરીને પણ ડાઉનલોડ કરી શકાશે…

https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

વોટ્સએપ:-
આ ઉપરાંત કપ્તાનના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/Jse1BNncG9P7UIplHGIPcK

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ, સિગ્નલ અને ઇન્સ્ટાગ્રામ મા પણ જોડાઈ શકો છો…

આ સમાચારને શેર કરો