Placeholder canvas

વાંકાનેર: બાઉન્ડ્રી નજીક કન્ટેઇનરમાંથી રૂ.24.49 લાખનો દારૂ પકડાયો

મહારાષ્ટ્રથી ડાક પાર્સલની આડમાં રાજકોટ લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો આર.આર.સેલે પકડી પાડ્યો : રૂ. 39,53,340ના મુદ્દામાલ સાથે. ડ્રાઇવરની ધરપકડ

વાંકાનેર : વાંકાનેર બાઉન્ડ્રી પાસેથી ગત માડી સાંજે આર.આર.સેલે સપાટો બોલાવ્યો છે. જેમાં રેપીડ રિસ્પોન્સ સેલે ડાક પાર્સલની આડમાં ઘુસાડવામાં આવતો વિદેશી દારૂનો જથ્થો ભરેલું કન્ટેઇનર ઝડપી લીધું છે. જેમાંથી આર. આર. સેલની ટીમે રૂ.24.49 લાખની કિંમતનો જુદી જુદી બ્રાન્ડનો 539 પેટી વિદેશી દારૂ જપ્ત કરી ટેન્કર ચાલકની ધરપકડ કરી છે.

મોરબીમાં ઉત્તરાયણ પછી પ્રથમ રેડમાં આર. આર. સેલે મહારાષ્ટ્રથી રાજકોટ લઈ જવાતો મોટો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો છે જેમાં રેન્જ આઈજી સંદીપ સિંઘની સૂચનાથી આર.આર. સેલના રીડર શાખાના પીઆઈ એમ.પી.વાળાને ખાનગી રીતે મળેલી બાતમીના આધારે આર. આર. સેલની ટીમે વાંકાનેર બાઉન્ડ્રી નજીક ઢળતી સાંજે વોચ ગોઠવી હતી એ દરમ્યાન બંધ બોડીનું કન્ટેઇનર નં..MH 46 BM 0169 પસાર થતાં તેને અટકાવી તલાસી લેતા તેના પર ડાક પાર્સલ લખેલું જોવા મળ્યું હતું જેમાં તેને સિલ મારેલ હોય પ્રથમ દ્રષ્ટિએ ડાકનું પાર્સલ હોવાનું પોલીસ ટીમને જણાયું હતું પરંતુ પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે કન્ટેઇનરનું સિલ તોડી તપાસ કરતા તેમાંથી રોયલ ચેલેન્જ, મેક ડોનાલ્ડ નં.1 સહિત જુદી જુદી બ્રાન્ડની 539 પેટી એટલે કે નંગ 6468 બોટલ વિદેશી દારૂનો જથ્થો કીમત રૂ.24,49,140/- અને ટ્રક મળી કુલ કિંમત 39,53,340/- કબ્જે કરવામાં આવ્યો હતો.

આ સાથે ટ્રક ડ્રાઇવરને પકડી પાડવામાં આવ્યો હતો. તેનું નામ રઘુવીરસિંગ રામેશ્વરલાલ બિશનોઈ રહે.સીરસા હરિયાણા હોવાનું બહાર આવ્યું હતું અને આ વિદેશી દારૂનો જથ્થો મહારાષ્ટ્રથી રાજકોટ ખાતે લઈ જવાતો હોવાનું બહાર આવ્યું હતું. બાદમાં આર. આર. સેલે વાંકાનેર તાલુકા પોલીસ મથકે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.આ કામગીરીમાં આર.આર. સેલના રીડર શાખાના પીઆઈ એમ. પી. વાળાના માર્ગદર્શન હેઠળ રસિકભાઈ પટેલ,શિવરાજભાઈ ખાચર,કુલદીપ સિંહ ચુડાસમા સહિતનો સ્ટાફ જોડાયો હતો.

આ સમાચારને શેર કરો