રાજકોટમાં દારૂ, ગાંજો, હેરોઇન, ગેરકાયદે હથિયાર મળવાનો સિલસિલો થયાવત્

રાજકોટ શહેરના તાલુકા પોલીસ દ્વારા પ્રકાશ ઉર્ફે ભાણો સોમાભાઇ વાઘેલાની ગેરકાયદે હથિયાર સાથે ઝડપી પાડવામાં આવ્યો છે.

રાજકોટ: રાજકોટ શહેર જાણે કે હથિયારોનું હબ બની ગયું હોય તેવું લાગી રહ્યું છે. રાજકોટ શહેરમાંથી મોટા પ્રમાણમાં દારૂ, ગાંજો, હેરોઇન અને ગેરકાયદે હથિયારો ઝડપાઈ રહ્યા છે. પોલીસ પણ આ ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા આરોપીઓની એક બાદ એક ધરપકડ કરી રહી છે. હવે રાજકોટ ક્રાઇમ બ્રાંચે હથિયારના બે સપ્લાયરની ધરપકડ કરી રિમાન્ડ મેળવ્યા છે. બીજી તરફ રાજકોટ શહેરના તાલુકા પોલીસ દ્વારા પ્રકાશ ઉર્ફે ભાણો સોમાભાઇ વાઘેલાની ગેરકાયદે હથિયાર સાથે ઝડપી પાડવામાં આવ્યો છે.

આ સમગ્ર મામલે પત્રકારો સાથેની વાતચીતમાં ડીસીપી મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, તાલુકા પોલીસ મથકના પીઆઈ જે.વી.ધોળા અને તેમની ટીમને બાતમી મળી હતી કે, ગોંડલ રોડ રવેચી માતાના મંદીર પાસે આવેલા રવેચી નગર પાસે એક યુવક કબુતરી કલરનો શર્ટ તેમજ કાળા કલરનું જીન્સ પેન્ટ પહેરીને ઊભો છે. આ વ્યક્તિ પાસે ગેરકાયદે હથિયાર છે. ચોક્કસ બાતમીના આધારે યુવકની અંગ જડતી લેતા તેની પાસે રહેલું ગેરકાયદેસર હથિયાર મળી આવ્યું હતું.

આ મામલે તાલુકા પોલીસ મથકમાં આર્મ્સ એક્ટની કલમ તેમજ જીપી એક્ટ 135 મુજબ ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ વ્યક્તિને ગુરૂવારના રોજ કોર્ટમાં રિમાન્ડ અર્થે પણ રજૂ કરવામાં આવશે. રિમાન્ડ દરમિયાન આરોપીની પૂછપરછ કરવામાં આવશે કે આખરે તેની પાસે રહેલું ગેરકાયદેસર હથિયાર તેણે કોની પાસેથી મેળવ્યું છે. શું તે પોતે ગેરકાયદેસર હથિયારની હેરાફેરીના ધંધા સાથે સંકળાયેલો? ભૂતકાળમાં તેની વિરુદ્ધ કોઈ ગંભીર ગુનાઓ નોંધાયેલા છે કે કેમ તે તમામ બાબતો અંગે રિમાન્ડ દરમિયાન તપાસ કરવામાં આવશે.

આરોપીએ હાલ પોતે મજૂરી કામ કરતો હોવાનું જણાવી રહ્યો છે. પરંતુ મજૂરી કામ કરતાં વ્યક્તિએ શા માટે ગેરકાયદેસર હથિયાર પોતાની પાસે રાખવાની ફરજ પડી તે અંગે પોલીસને શંકા છે. આ બાબતની ઊંડી તપાસ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પૂર્વે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા માત્ર 10 દિવસમાં 4 પીસ્ટલ, 1 રિવોલ્વર, 1 તમંચો, 1 પિસ્ટલનુ મેગ્જીન તથા અલગ-અલગ પ્રકારના કુલ 17 કારતૂસ કબજે કર્યા હતા. સાથે જ ગુનાહિત ઇતિહાસ ધરાવતા 5 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. આ આરોપીઓમાં રામદેવ ડાંગર, ભરત કુંગશિયા, ચંપુ વિછીયા, રહીમ સાંધ તેમજ વિનોદ ઝાપડિયાનો સમાવેશ થાય છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો….. https://chat.whatsapp.com/HWrLHO2pDzq71nTwu0solK

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો
  •  
  •  
  •  
  •  
  •  
  •