ગુજરાતવાંકાનેર

જામજોધપુરના ‘સદામબાપુ’એ ગાંધીભૂમિ પોરબંદરથી પહેલગામ સુધીની ૨૦૦૦ કિ.મી.ની શરૂ કરી “અહિંસાયાત્રા’

અહિંસાની ગાંધીભૂમિ પોરબંદરથી તારીખ ૩૦-૫- ૨૦૨૫ શુક્રવારે બપોરે ૩:૩૦ વાગ્યે ગાંધી જન્મ સ્થળ પાસે માણેકચોક ખાતેથી જામજોધપુરના નિવાસી સૈષદ સહામબાપુ કાદરી પહેલગામ સુધીની પદયાત્રાનો પ્રારંભ કરેલ છે. એકતા અને અહિંસાનો સંદેશ લઈને નીકળેલ આ અહિંસા યાત્રા પોરબંદરથી પહેલગામ સુધી લગભગ ૨૦૦૦ કિલોમીટર લાંબી હશે. આતંકવાદના વિરોધ સાથે અને સમગ્ર ભારતમાં શાંતિ, એકતા, સદભાવના તથા ભાઈચારાના સંદેશ સાથે સૈયદ સદામબાપુ કાદરી આ પદપાત્રાનો પ્રારંભ કરેલ છે.

તેઓ આ અહિંસા યાત્રા વિશે પોતાના ઉદ્દેશ અંગે જણાવ્યું હતું કે, ‘આ યાત્રા દ્વારા હું એ જ સંદેશો આપવા માંગું છું કે મુસ્લિમ ધર્મ આતંકવાદનો સખત વિરોષ કરે છે આતંકવાદી માનસિકતા ધર્મવિરોધી છે.ભારત દેશના નાગરિક કોઈપણ ધર્મ પાળતો હોય પણ તો તેના હૃદયમાં દેશ પ્રેમની ભાવના હંમેશા અંકિત થયેલી હોય છે, મારે આ પાત્રા દ્વારા શાંતિ અને એકતાનો સંદેશ આપવો છે અને આતંકવાદને જડમૂળથી નાબૂદ કરવું જરૂરી છે, તેવી વિચારધારા સાથે હું ગાંધી જન્મભૂમિ પોરબંદરથી મારી પદયાત્રા અહિંસા યાત્રાના નામ થી શરૂ કરી રહ્યો છું.’

તારીખ ૩૦ને શુક્રવારે બપોરે ૩:૩૦ વાગ્યે માણેકચોક પોરબંદર ખાતેથી આ યાત્રાના પ્રસ્થાન સમયે પોરબંદરના વિવિધ રાજકીય પક્ષોના આગેવાનો, વિવિધ સામાજિક સંસ્થાઓના અગ્રણીઓ હોદ્દેદારો, વિવિધ જ્ઞાતિઓના હોદ્દેદારો, વિવિધ શૈક્ષણિક સંસ્થાના હોદેદારો, વિવિધ મંડળો, વિવિધ સેવાકીય ગ્રુપો અને પોરબંદરના દરેક ધર્મ અને દરેક સમાજના લોકો ઉપસ્થિત રહી સૈયદ સદામબાપુ કાદરી દ્વારા પોરબંદર થી પહેલગામ સુધીની પદયાત્રાના પ્રસ્થાન સમયે તેમનો ઉત્સાહમાં વધારવા ઉપસ્થિત રહયા હતા.

આ સદામ બાપુની અહિંસા યાત્રા તારીખ 3/6/2025 ને મંગળવારના રોજ વાંકાનેર ખાતે આવશે. વાંકાનેર તાલુકાના રોડ પરના ગામોમાં તેમના સ્વાગતની તૈયારી લોકો કરી રહ્યા છે. સદ્દામબાપુની આ યાત્રા વાંકાનેર શહેરમાં મંગળવારના સાંજના છ વાગ્યાની આસપાસ પહોંચશે… વાંકાનેર શહેરમાં પણ વિવિધ સંગઠનો, સંસ્થાઓ રાજ્ય કે પક્ષો આગેવાનો અને સમાજ દ્વારા આવકારીને તેમનો હોંસલો બુલંદ કરવામાં આવશે… આ અહિંસા યાત્રા વાંકાનેરમાં પહોંચે ત્યારે તેમને આવકારવા, સ્વાગત કરવા અને તેમનો જુસ્સો વધારવા લોકોને આગળ આવવા અપીલ કરવામાં આવી છે.

આ સમાચારને શેર કરો