વાંકાનેર: અગામી પીપળીયા ગામે 3 દિપડાએ 20થી વધુ ઘેટાઓનું મારણ કર્યુ.

વાંકાનેર તાલુકાના અગાભી પીપળીયા ગામ ખાતે આજે વહેલી સવારે ગામમાં આવેલ માલધારીના વાડામાં 3 દીપડાઓ ત્રાટક્યા હતા અને વાડામાં પુરેલા 20 થી વધુ ઘેંટાઓનું મરણ કર્યુ હતું.

મળેલ માહિતી મુજબ વાંકાનેર તાલુકાના અગાભી પીપળીયા ગામે રહેતા કાનાભાઈ મેરાભાઈ ભરવાડના વાડામાં આજે વહેલી સવારે 2 વાગ્યાની આસપાસ એક સાથે 3 દીપડાઓ ત્રાટક્યા હતા અને વાડામાં પુરેલા 20 થી વધુ ઘેટાઓનું મરણ કર્યુ હતું. જયારે માલધારી સવારે વાડાએ જતા ઘેટાંઓ ફાડી ખાધેલ હાલતમાં મળી આવતા બનાવની જાણ તાત્કાલિક વન વિભાગ અને વહીવટી તંત્રને કરતા અધિકારીઓ સ્થળ પર પહોંચી રોજકામ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આ સમાચારને શેર કરો