વાંકાનેર: અગાભીપીપળીયામાં ઝેરી દવા પી લેતા આધેડનું મોત

વાંકાનેર : અગાભીપીપળીયા ગામમાં એક આધેડે ઝેરી દવા પી લેતા તેનું મોત નીપજ્યું છે. આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.

તા. 16ના રોજ અગાભીપીપળીયા ગામમાં રહેતા સુનીલભાઇ ખીમજીભાઇ કાંજીયા (ઉ.વ. 50) પોતાની વાડીએ કોઇપણ કારણોસર ઝેરી દવા પી લીધી હતી. આથી, તેમને પ્રથમ સારવાર વાંકાનેરમાં આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટ ખાતે ખસેડવામાં આવ્યા છે. જ્યાં તેમનું મૃત્યુ થયું છે. પોલીસે આ બનાવ અંગે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

આ સમાચારને શેર કરો
  •  
  •  
  •  
  •  
  •  
  •