Placeholder canvas

વાંકાનેર: અગાભી પીપળીયા ગામ પાસેથી જુગાર રમતા 5 ઝડપાયા

વાંકાનેર તાલુકાના અભાગી પીપળીયા ગામ નજીક જુગાર રમતા પાંચ ઇસમોને ઝડપીને વાંકાનેર તાલુકા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

વાંકાનેર તાલુકા પોલીસ મથકના પી એસ આઈ બી પી સોનારાના માર્ગદર્શન હેઠળ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન વાંકાનેર તાલુકાના અભાગી પીપળીયા ગામથી કોટડા નાયાણી જવાના રસ્તે જાહેરમાં જુગાર રમતા આરોપી ખીમજીભાઈ ભગવાનજીભાઈ કાંજીયા, જગદીશભાઈ ઉર્ફે કાળુભાઈ શામજીભાઈ ઘેટીયા, શાંતીલાલ આંબાલાલ મારૂ, હરખાભાઈ જીવરાજભાઈ ઘેટીયા, નરેંદ્રભાઈ ઉર્ફે નંદાભાઈ ગોપાલભાઈ શેરસીયાને રોકડ રકમ રૂ. ૧૨,૩૦૦નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ કામગીરીમાં વાંકાનેર તાલુકા પોલીસના બી.પી.સોનારા, વી.ડી.ખાચર, અશ્વીનભાઈ પ્રકાશભાઈ રંગાણી તથા કિશનભાઈ ધીરૂભાઈ મેર સહિતના પોલીસકર્મી જોડાયા હતા.

આ સમાચારને શેર કરો