Placeholder canvas

વાંકાનેર: એફપ્રો દ્રારા પિયુ સ્ટાફ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાય, થાન ચેમ્પિયન, ટંકારા રર્નસઅપ.

વાંકાનેર: AFPRO સંસ્થા વાંકાનેર દ્વારા થાન, ચોટીલા, ટંકારા, ધોલ અને વાકાનેર પિયુ સ્ટાફ સાથે વનડે ક્રિકેટ મેચ યોજાયો ટંકારા અને થાન ફાઇનલમાં પહોચી થાનગઢ ટિમ વિજેતા બની.

APMC થી આગળ દરિયાલાલ જીનિંગની સામે વાંકાનેર – ચોટીલા નેશનલ હાઇવેની બાજુમાં આજરોજ એફ્પો સંસ્થા ના તમામ પિયુના સ્ટાફ સાથે વનડે ક્રિકેટ યોજવામાં આવ્યો હતો. જેમાં ત્રિવિધ મેચ યોજી ટંકારા અને થાન ટીમ ફાઇનલમાં પહોચી હતી જેમા થાનગઢ ટિમ વિજેતા બની હતી તમામ મેચના મેન ઓફ ધ મેચ ને શિલ્ડ એનાયત કર્યા હતા અને વિજેતા ટીમને ટ્રોફી આપી હતી.

આ ટુર્નામેન્ટનું આયોજન સ્ટાફમાં સામૂહિક કાર્યોમાં ભાઈચારાની ભાવના જાગે, ટીમ વર્કની તાકાત, શારીરિક ક્ષમતામાં વધારો, સંપ અને સહકારની ભાવના જાગે આવા ઉમદા હેતુથી ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવેલ છે. પ્રોજેક્ટ મેનેજર નિતીનકુમાર બંસલ પિયુ મેનેજર અને ફિલ્ડ સ્ટાફ જોડાયા હતા.

આ સમાચારને શેર કરો