આગામી રવિવારે જૂની કલાવડીના બોર્ડ પાસે એકતા વાયરનેટિંગનો શુભારંભ થશે…

વાંકાનેર: આગામી તારીખ 19/01/2025 ને રવિવારના રોજ વાંકાનેર કુવાડવા રોડ ઉપર જુની કલાવડીના બોર્ડ પાસે બ્લેક ઠાકર હોટલની પાછળ એકતા વાયરનેટિંગનો શુભારંભ થવા જઈ રહ્યો છે.
એકતા વાયરનેટિંગનું ઉદ્ઘાટન અલ્હાજ સૈયદ સાહિરએહમદ બાબાસાહેબના શુભ હસ્તે થશે. આ ઉદઘાટન સમારંભમાં પૂર્વ ધારાસભ્ય મહંમદજાવીદ પીરજાદા પણ અતિથિ વિશેષ તરીકે ખાસ ઉપસ્થિત રહેશે…
એકતા વાયરનેટિંગ વાંકાનેર તાલુકા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન અને કલાવડી ગામના સરપંચ હાસમભાઈ બાંભણિયા અને સાજીભાઈ માણસીયા નું સંયુક્ત સાહસ છે. તેવો એકતા વાયરનેટિંગમાં સિમેન્ટના થાંભલા ખેતર ફરતે બાંધવા માટેના ફેન્સીંગ તાર અને જારી અને ખાસ કુકડા કેન્દ્ર માટેની જારી બનાવી આપવામાં આવશે.
આ ઉદઘાટન સમારંભમાં વાંકાનેર તાલુકાના તમામ લોકોને પધારવા માટેનું એકતા વાયરનેટીંગના પાર્ટનરો તરફથી જાહેર આમંત્રણ આપવામાં આવેલ છે.
આ સમાચારને શેર કરો